સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા 15 દિવસ અગાઉ એમ માધવલાલ નામની આંગડીયા પેઢીનો કિરણનાયક નામનો કર્મચારી પેઢીના કામકાજ અર્થે પૈસા લઈ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ એ કારમાંથી ઉતરી ફાયરિંગ તેમજ ચપ્પાનાં ઘા મારી પૈસાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જેના પગલે આંગડિયા પેઢીના કર્મચારીનું ઘટના સ્થળે મોત થતાં જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કડક તપાસ હાથ ધરી હતી અને આરોપીની તપાસ માટે 20થી વધુ ટીમો કાર્યરત કરાઈ હતી. પરીણામે પંદર દિવસ બાદ સમગ્ર પોલીસને કારસ્તાનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. જેમાં પોલીસે એક આરોપીની સાત લાખથી વધારેના મુદ્દામાલ સાથે મોહમ્મદ અનીશ સોલંકી નામના આરોપીની અટકાયત કરાઇ છે.
આ સમગ્ર ઘટનાક્રમ માટે રેકી સહિતની આરોપીઓને ઘટના સ્થળે પહોંચાડવાના કામમાં ભાગીદાર હતો. સાથોસાથ આ આરોપીએ મુખ્ય આરોપીઓની વિગતો આપી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આરોપીઓએ આસપાસના જિલ્લાઓમાં પણ લૂંટ વિથ મર્ડરની ઓપરેન્ડી અપનાવતા હોવાનું બહાર આવ્યું છે. તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જો કે, ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડરનો ગુનો ઉકેલવા પાછળ સાબરકાંઠા જિલ્લા પોલીસની 20થી વધુ ટીમોની મહેનત હતી. આ કેસનો ભેદ ઉકેલવામાં 150થી વધારે જગ્યાઓના CCTV ફૂટેજ કબજે લઇ આરોપીઓની તપાસ કરીને જરૂર વિગતો મેળવી હતી. આમ, પોલીસે 15ની જહેમત બાદ કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
હાલમાં વિરમગામના મોહમ્મદ અનીશ નામના આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસે તેના સાગરિતોની માહિતી મેળવી આવા ગુનોઓનો રોકવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.