સાબરકાંઠા ભાદરવી પૂનમના પગલે સાબરકાંઠાના તમામ માર્ગો જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત રાજસ્થાનના પદયાત્રીઓ ( Ambaji Padyatri from Rajasthan ) આજથી ખેડબ્રહ્મા ખાતે જગતજનની મા જગદંબાને ધજા અર્પણ ( Khedbrahma Ambika Temple Flooded with Devotees ) કરી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ખૂબ મોટી ભીડ જામી 300 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પણ તમામ પદયાત્રીઓ વહીવટી તંત્ર સહિત વિવિધ વિસામા અને સ્વૈચ્છિક સંગઠનોનો પણ આભાર માની રહ્યા છે. મીની કુંભ ગણાતા ભાદરવી પૂનમ ( Bhadarvi Poonam Darshan ) નિમિત્તે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પદયાત્રીઓની ખૂબ મોટી ભીડ ( Khedbrahma Ambika Temple Flooded with Devotees ) જામી છે. ખેડબ્રહ્માના અંબિકા મંદિરે રાજસ્થાન, પંચમહાલ, દાહોદ સહિતના પદયાત્રીઓ નાની મોટી ધજાઓ સાથે વિવિધ સંઘોમાં આવીને મા અંબાના પ્રાગટ્ય સ્થાને ધજા અર્પણ કરી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
પદયાત્રીઓ વિશેષ આભાર માની રહ્યા છે કોરોના મહામારી બાદ શ્રદ્ધાળુઓમાં પહેલીવાર શ્રદ્ધા અને આસ્થામાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે મા અંબાના દર્શન કરનારા સહિતના પદયાત્રીઓ વહીવટી તંત્ર સહિત સ્વૈચ્છિક સંગઠનોનો પણ આભાર માની રહ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે સૌથી વધારે ભક્તો ( Khedbrahma Ambika Temple Flooded with Devotees ) આવી રહ્યાં હોવાથી વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત તેમજ પદયાત્રીઓ માટે વડાલીથી અંબાજી સુધીના માર્ગને વન વે કરાયો છે. જેના પગલે પદયાત્રીઓ વિશેષ આભાર માની રહ્યા છે. 200 કિલોમીટરથી લઈ 400 km સુધીનું અંતર કાપ્યા બાદ પણ પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે.
રેકોર્ડબ્રેક દર્શનાર્થીઓ આવશે કોરોના મહામારીને પગલે બે વર્ષ બાદ અંબાજી પદયાત્રીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો ( Khedbrahma Ambika Temple Flooded with Devotees ) થયો છે ત્યારે ગત તમામ વર્ષો કરતા આ વર્ષે સૌથી વધુ પદયાત્રીઓ ( Bhadarvi Poonam Darshan ) અંબાજી દર્શન કરે તો નવાઈ નહીં.