ETV Bharat / state

ટ્રસ્ટીએ જ જૈનાચાર્યોના વ્યાભિચારનો વીડિયો ઉતારવાનો ખેલ પાડ્યો હોવાનો ખુલાસો, પીડિતાએ કર્યા અનેક ઘટસ્ફોટ

સાબરકાંઠાના ઇડરમાં જૈન આચાર્યો દ્વારા થયેલા વ્યભિચારનો મામલો વધુ ગરમાયો છે, જોકે પોલીસે પીડિતાના નિવેદન લેતા પીડિતાએ વિપરીત નિવેદન આપતા જૈન સમાજમાં પણ આ મામલે ઘેરા પ્રત્યાઘાત ઉભા થયા છે.

સાબરકાંઠામાં જૈનાચાર્ય મામલો ગરમાયો
સાબરકાંઠામાં જૈનાચાર્ય મામલો ગરમાયો
author img

By

Published : Jun 26, 2020, 5:21 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં આવેલા પાવાપુરી જલ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા બે જૈનાચાર્યો દ્વારા અમદાવાદ તેમજ સુરતની મહિલાઓ પર થયેલા વ્યભિચારના મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા હવે આ મામલે વધુ એક ખુલાસો થયો છે, જેમાં પીડિતાએ વ્યભિચારના મામલે પોતાનું નિવેદન ફેરવી ફરિયાદી જ આરોપી હોય તે પ્રકારનું નિવેદન આપતા પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે.

સાબરકાંઠામાં જૈનાચાર્ય મામલો ગરમાયો
સાબરકાંઠામાં જૈનાચાર્ય મામલો ગરમાયો

સાબરકાંઠાના ઇડરમાં આશિષ દોશી નામના ટ્રસ્ટીએ બંને જૈનાચાર્ય સામે વ્યભિચારની ફરિયાદ આપી હતી. તેમજ વ્યભિચાર કરાયાની વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સ પોલીસને મળતા પોલીસે ફરિયાદ નોંધી નિવેદન લેતા આ મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં આરોપીઓનો કોઈ દોષ ન હોવાની વાત કરી ફરિયાદી દ્વારા જ આવું કારસ્તાન કરાવ્યું હોય તેઓ ઘટસ્ફોટ કરતા હવે જૈન સમાજમાં પણ આ મામલે ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.

સાબરકાંઠામાં જૈનાચાર્ય મામલો ગરમાયો, પીડિતાએ આપ્યું વિપરીત નિવેદન

એક તરફ વીડિયો કિલપમાં જેના દ્વારા વ્યભિચાર કરાયા હોવાની પુષ્ટી થયા બાદ પોલીસ આ મામલે કોઇ ઠોસ પગલા ન લેતા સ્થાનિક સમાજમાં પણ ભારે વિરોધ આભાસ પેદા થયો છે. સાથો-સાથ માત્ર નજરકેદથી સંતોષ માનવાની વાતો કરનારા પોલીસ અધિકારીઓ સામે પણ હવે વિવિધ વિરોધાભાસ ઉભા થઇ રહ્યા છે.

જોકે આ મામલે આગામી સમયમાં કોઈ ઠોસ પગલાં નહીં લેવાય તો સાબરકાંઠાથી લઇ ગાંધીનગર સુધી જૈનાચાર્ય દ્વારા વ્યાપક રજૂઆત થવાની પૂર્ણ સંભાવનાઓ છે, ત્યારે જોઈ રહી છે કે, આગામી સમયમાં કેટલા અને કેવા આવે છે તેમજ વ્યભિચાર કરનારા જૈનાચાર્ય સામે પોલીસ કેટલીક કઠોર બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.