સાબરકાંઠા: કોરોના મહામારી વધી રહી છે, ત્યારે બુધવારના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પહેલ કરાઈ છે. જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી છે. જેનાથી કોરોના મામલે પોલીસ દ્વારા વધુ જાગૃત બની છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવા સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જ્યાં લોકોની અવર-જવર વધુ હોય તેવા ફરિયાદ ટેબલ પર પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી છે.
પોલીસ સ્ટેશને આવતા લોકો અને ફરીયાદ ટેબલ પર બેસતા પોલીસ કર્મિને બંનેના સ્વાસ્થ્યને ધ્યાને લેતા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી છે.
જેથી કોરોના વાઇરસના સંક્ર્મણને ફેલાતુ રોકી શકાય આ પહેલથી નાગરીકો તેમજ પોલીસ કર્મિઓ બંનેની સુરક્ષા થઈ શકશે છે.
કોરોના વાઇરસનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેમજ પોલીસ કર્મિઓ દિવસ-રાત કાયદાના પાલન માટે અનેક જગ્યાએ જતા-આવતા હોય છે સાથે પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે.
આ બાબતોને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અને નાગરીકો બધાના સ્વાસ્થ્ય સચવાય અને કોરોનાનો ફેલાવો અટકે તે માટે આ પહેલ કરવામાં આવી છે. જેથી લોકો એકબીજાના સિધા સંપર્કમાં ન આવે પરંતુ તેમની ફરીયાદ યોગ્ય રીતે કરી શકે છે. જોકે આગામી સમયમાં હજુ વધુ ઠોસ પગલાં ભરે તે જરૂરી છે.