સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગની સેવાઓ કથળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળીયા કંપા ગામે 100થી વધુ લોકોની વસ્તી આવેલી છે. જે પૈકી હાલમાં 31 લોકોને ડેન્ગ્યુ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવતાં સમગ્ર ગ્રામજનો રોષે ભરાયા છે.
જિલ્લામાં દિન-પ્રતિદિન વધતા જતા રોગચાળાની સામે આરોગ્ય વિભાગની સેવાઓ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા એક માસની અંદર આરોગ્યને લગતી સેવાઓમાં ખોટ આવી રહી છે. જિલ્લાના એક જ ગામમાં 30 ટકાથી વધારે દર્દીઓ ડેન્ગ્યુના હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી લેવાતી નથી. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા કોઈ પગલા લીધા નથી. બીજી તરફ એક જ ગામમાં આટલા દર્દીઓ હોવાને પગલે સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાતમાં એક જ ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેના ,પગલે આરોગ્ય વિભાગ અને તંત્ર ઉંધતું ઝડપાયું છે.