સાબરકાંઠા: સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. જેના પગલે સમગ્ર આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં 220થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમ જ અત્યાર સુધીમાં 7 વ્યક્તિઓના મોત થયા છે તેમજ હજુ 60થી વધારે વ્યક્તિઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, આજે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 7 સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના કહેરની શરૂઆતથી જ સિવિલ હોસ્પિટલ અત્યાધુનિક સાધનસામગ્રી રાખવાની તેમજ દરેક કોરોના પોઝિટિવને વધુ સુવિધા આપી મોતના મુખમાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરતું રહ્યું છે. તેમજ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરી દરેક વ્યક્તિને વધુ સારવાર સરળતાથી મળી રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામના લખાભાઇ નામના વ્યક્તિને 68 વર્ષની ઉંમરે મોત થયું છે તેમજ જિલ્લામાં કોરોનાને કારણે મોટ થયાનો આ સાતમો બનાવ સામે આવ્યો છે.