ઈડર તાલુકાના બડોલી ગામમાં રહેતી 9 વર્ષીય હેલી તેના પરિવાર સાથે રહે છે. પિતા શિક્ષકની ફરજ બજાવે છે. હેલી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તે મિનિટોમાં કેલેન્ડર યાદ કરી નાખે છે. તેની ગજબ યાદશક્તિ છે. સામાન્ય માણસને કેલેન્ડર સમજવામાં 3-4 મિનીટ થાય છે, ત્યારે હેલી 20 સેકેન્ડમાં જ આખું કેલેન્ડર મોઢે જણાવે છે.
આ અંગે વાત કરતાં હેલીના પિતાએ જણાવ્યું હતું કે," હેલીએ આ કળા તેના દાદા પાસેથી શીખી હતી. તે 200 વર્ષ જૂનું કેલેન્ડર સરળતાં મોઢે બોલી શકે છે. આજે તે 1800ની વર્ષથી લઈને 2020ના વર્ષનું કેલેન્ડર તારીખ સાથે સેકેન્ડોમાં જણાવી દે છે. હેલી કેટલાક મેડલ પણ જીતી ચૂકી છે. તેમજ હજુ આગળ જવાની ઈચ્છા ધરાવે છે. યોગ્ય પ્લેટફોર્મની રાહ જોઈ રહેલી હેલીએ 2020નું કેલેન્ડર પણ બનાવી દીધું છે. આ કળા તે તેના મિત્રોને પણ શીખવાડી રહી છે. કેલેન્ડર યાદ રાખવું એ એક ટેકનિક છે. જે વિકસિત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતને અભ્યાસની નવી ટેકનીક મળી શકે છે."
આમ, નાનકડી હેલી આટલી નાની ઉંમરમાં અદ્ભુત યાદશક્તિ અને એકાગ્રતા ધરાવે છે. જેનાથી તે સરળતાથી કોઈ વસ્તુને યાદ કરી શકે છે. તે માત્ર એક જ વાર જોઈને સેકેન્ડ અંદર કેલેન્ડરની તારીખો સાથે રજૂઆત કરી દે છે. જેને જોઈ સૌ કોઈ દંગ રહી જાય છે.