સાબરકાંઠાઃ હિંમતનગર નગરપાલિકા દ્વારા મીઠાઈ તેમજ ફરસાણની દુકાનો પર તપાસ હાથ ધરી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યા હતો.
સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી મીઠાઈની દુકાનોમાં છેલ્લા કેટલાક સમયથી અખાદ્ય જથ્થો હોવાની બાતમીના આધારે મોટાભાગની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ ઠંડા પીણા સહિતની અખાદ્ય વસ્તુઓ મળી આવતા પાલિકા તંત્ર દ્વારા તમામ મીઠાઈ તેમજ પ્રસાદનો નાશ કરવામાં આવ્યો હતો. સાથો-સાથ ઠંડાપીણા અને દૂધ તેમ જ દૂધની બનાવટો કે જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી તમામ ચીજ વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે ભારતમાં હાલમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. તેવા સમયમાં પાલિકા તંત્ર દ્વારા એક જ સપ્તાહમાં બીજીવાર મીઠાઈ ફરસાણ તેમજ ઠંડા પીણાની દુકાનોમાં તપાસ હાથ ધરતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે આદર ભાવ ઊભો થયો છે. જોકે ગેરકાયદેસર રીતે ઠંડા પીણાના મીઠાઈ તેમજ ફરસાણનો જથ્થો સંગ્રહિત કરી રહેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જો કે હિંમતનગર પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસ તેમજ પ્રયાસને જિલ્લાના અન્ય પાલિકા તંત્ર દ્વારા પણ આવો પ્રયાસ હાથ ધરાઇ તે જરૂરી છે.