સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આવેલા (Idar town of Sabarkantha district) ભોઈવાડા વિસ્તાર ખાતે આવેલા અંતિમ ધામ (સ્મશાન)ની (A cremation ground at Bhoiwada area) કે જ્યા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અંતિમ ધામ હિન્દુ ધર્મની સંસ્કૃતિ (Culture of Hinduism) પ્રમાણે અંતિમ ધામે ભગવાન શિવનું સ્થાનક માનવામાં આવે છે. ત્યારે આપણે સૌ કોઈ જ્યારે અંતિમ ધામ (સ્મશાન)ની વાત કરતા હોઈએ છીએ. ત્યારે આપણા મનમાં અનેક સવાલો ઉઠતા હોય છે. આપણે સૌ કોઈ આ ધામમાં જતાં પહેલાં અચકાતા હોઈએ છીએ. જિલ્લાના ઇડરમાં સાત સમાજના અગ્રણીઓ (Idar Leaders of seven groups) દ્વારા દિવાળી પર્વના નવા વર્ષની એક અનોખી ઉજવણી કરતા જોવા મળ્યા છે. નવા વર્ષ નિમિત્તે સમાજના લોકોએ અંતિમ ધામમાં ભગવાન શિવની આરતી ઉતારી દિવડાની રોશનીથી શણગારી ભજન કીર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
સ્મશાનમાં દીવાઓની જ્યોત અને ભગવાન શિવ આરતી સામાન્ય રીતે અંતિમ ધામમાં મૃત્યુ બાદ યાદ આવે પરંતુ સાબરકાંઠાના ઇડરમાં દિવાળી પર્વ (Diwali festival in Eider of Sabarkantha) નિમિત્તે શહેરીજનોએ સ્મશાનમાં દીવાઓની જ્યોત અને ભગવાન શિવ આરતી (Lord Shiva Aarti) ઉતારી ગરબાની રમઝટ થકી ભક્તિના નવા અધ્યાયની શરૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલા ભોઈવાડા વિસ્તારમાં આવેલા અંતિમ ધામમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ભયને દૂર કરવા માટેનો વિશેષ પ્રયાસ મંદિરમાં પૂજા અને આરતી બાદ ગરબાની રમઝટ હોય તે સ્વાભાવિક છે, પરંતુ દિવાળી પર્વનાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે અંતિમ ધામમાં નવા વર્ષની અનોખી ઉજવણીના (special effort to remove fears at Idar crematorium) ઇડરના સ્મશાનમાં સ્થાનિક લોકોએ અંતિમધામના ભયને દૂર કરવા માટેનો વિશેષ પ્રયાસ મહત્વનો બની રહ્યો છે.
માનવ જીવનના 16 જેટલા સંસ્કારમાં અંતિમ સંસ્કાર એક તરફ અંતિમધામ એ માનવ જીવનનું કડવું સત્ય છે, ત્યારે તેને સ્વીકારી સરળતાથી ભગવાન મહાદેવની આરતી કરી અત્યારથી જ અંતિમધામનો ભય દૂર થાય તેઓ પ્રયાસ ઇડરની સ્થાનિક જનતા સહિત સમગ્ર ગુજરાત માટે મહત્વનું ગણી શકાય તેમ છે. આવો પ્રયાસ આગામી સમયમાં યથાવત રહેતો સ્મશાનનો વ્યક્તિને લાગતો ડર સરળતાથી દૂર (Remove fears at Idar crematorium) થઈ શકે તેમ છે જોકે માનવ જીવનના 16 જેટલા સંસ્કારમાં અંતિમ સંસ્કાર પણ એટલો જ મહત્વનો છે ત્યારે તેના પ્રત્યેક દરેક વ્યક્તિ જાગૃત થાય તે જરૂરી છે.