ETV Bharat / state

ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસઃ બન્ને આરોપીઓના જામીન મંજૂર - Jain muni adultery case

સાબરકાંઠાના બહુ ચર્ચિત જૈનાચાર્યના વ્યભિચાર કેસમાં સોમવારે ઇડર કોર્ટમાં પોલીસે બંને જૈનાચાર્યને રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જે કોર્ટે ફગાવીને બન્ને જૈનાચાર્યોના જામીન મંજૂર કર્યા હતા. જે કારણે સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ સર્જાયો છે.

ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસ
ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસ
author img

By

Published : Jun 29, 2020, 8:12 PM IST

સાબરકાંઠાઃ ઇડરના પ્રસિદ્ધ પાવાપુરી જલ મંદિરમાં છેલ્લા 20 વર્ષથી આશ્રય લઇ રહેલા બે જૈનાચાર્યોની કથિત વીડિયો ક્લિપ સુરતની પરણિતાએ પોલીસને રજૂ કરતા પોલીસે આ મામલે વ્યભિચાર સહિતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમ જ બન્ને જૈનાચાર્યોની ધરપકડ કરી હતી. સોમવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હોવા છતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી શરતી જામીન આપ્યા હતા.

ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસઃ બન્નેના જામીન મંજૂર

એક તરફ સંયમના પાઠ શીખવનારા બન્ને જૈનાચાર્ય દ્વારા યુવતિ પર વ્યભિચારની વીડિયો ક્લિપ બહાર આવતા સમગ્ર જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. જો કે, પોલીસે આ મામલે વ્યભિચારની ફરિયાદ દાખલ કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ આજે સોમવારે ઇડર કોર્ટમાં બંનેને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પાર્ટી પોલીસના રિમાન્ડ અરજી ફગાવી બન્ને જૈનાચાર્યોના જામીન મંજૂર કરતાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજમાં ભારે ખળભળાટ મચ્યો છે.

આ મામલે જૈન આચાર્યોના વકીલે જણાવ્યું હતું કે, ન્યાયાલયના ચૂકાદાને અમે વધાવીએ છીએ, તેમજ ન્યાયાલય જે તે બાબતોનું મૂલ્યાંકન કરી રિમાન્ડ અરજી ફગાવી છે. બન્ને જૈનાચાર્યને રૂપિયા 15000ની રકમ ઉપર જામીન અપાયા છે. કોર્ટે આપેલા ચૂકાદાને પગલે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડે તો નવાઈ નહીં.

ઇડર જૈનાચાર્ય વ્યભિચાર કેસની અત્યાર સુધીનો ઘટનાક્રમ

સાબરકાંઠાના ઇડરમાં જૈનાચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ

સંયમની શ્રેષ્ઠ ભૂમિકા એટલે જૈનાચાર્ય જો કે સાબરકાંઠાના ઇડરમાં બે જૈનાચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. જોકે આ મામલે ફરિયાદીની વાત માનીએ તો 100 વધારે મહિલાઓ આ બંને જૈનાચાર્યની ભોગ બની ચૂકી છે. તેમજ આગામી સમયમાં હજુ વધારે ફરિયાદો નોંધાવાની સંભાવના છે.

સુરતની મહિલાએ નોંધાવી હતી ફરિયાદ

સામાન્ય રીતે જૈન ધર્મ એટલે સંયમ અને ધર્મનો સંયુક્ત સુમેર અહિંસાનો પરમ આગ્રહી. જોકે સાબરકાંઠાના ઇડરમાં આવેલા પ્રખ્યાત પાવાપુરી જલ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી સ્થાનિક જિનાલયમાં રહેતા બે જૈનાચાર્યો દ્વારા અમદાવાદ તેમજ સુરતની મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યુ હોવાની પોલીસ મથકે વ્યભિચારની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે સમગ્ર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

ઈડર પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી

ઈડરના બહુચર્ચિત જૈનાચાર્ય વ્યભિચાર મામલે શનિવારે સ્થાનિક પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી છે. અટકાયત કર્યા બાદ બન્નેને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની તપાસ માટે લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇડરમાં 4 દિવસ અગાઉ જૈનાચાર્ય દ્વારા સુરતની મહિલા ઉપર વ્યભિચાર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે પોલીસે શનિવારે મંદિરથી બન્નેની અટકાયત કરી હતી. બન્ને જૈનાચાર્યની અટકાયત થતાં સમગ્ર જૈન સમાજ દ્વારા પોલીસના કામની પ્રશંસા કરવામાં આવી હતી.

ઈડરના જૈનાચાર્યની અટકાયત બાદ CID તપાસની લોક માગ ઉઠી
4 દિવસ અગાઉ જૈન મંદિરના જૈનાચાર્ય વિરુધ ફરિયાદ નોંધાય હતી. જેથી શનિવારે પોલીસે આ પાવાપુરી જૈન મંદિરના બન્ને જૈનાચાર્યની અટકાયત કરી હતી. આ ઉપરાંત બન્નેને તાત્કાલિક ધોરણે ઈડર સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને જૈનાચાર્યની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સામાજીક અગ્રણીઓએ CID તપાસની માગ કરી છે.

ટ્રસ્ટીએ જ જૈનાચાર્યોના વ્યાભિચારનો વીડિયો ઉતારવાનો ખેલ પાડ્યો હોવાનો ખુલાસો, પીડિતાએ કર્યા અનેક ઘટસ્ફોટ

સાબરકાંઠાના ઇડરમાં જૈન આચાર્યો દ્વારા થયેલા વ્યભિચારનો મામલો વધુ ગરમાયો છે, જોકે પોલીસે પીડિતાના નિવેદન લેતા પીડિતાએ વિપરીત નિવેદન આપતા જૈન સમાજમાં પણ આ મામલે ઘેરા પ્રત્યાઘાત ઉભા થયા છે.

ઇડરનો જૈનાચાર્ય મામલોઃ જૈન સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરી માગ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં જૈનાઆચાર્ય દ્વારા થયેલા વ્યભિચારનો મામલો ચર્ચાસ્પદ થઇ રહ્યો છે. જેથી જૈન સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માટેની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદ નોંધાયાના 4 દિવસ બાદ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.