સાબરકાંઠાઃ સામાન્ય રીતે અરજી તરીકે મતાધિકાર 18 વર્ષે અપાયેલો હોવાના પગલે લગ્નની ઉંમર પણ 18 વર્ષ ગણી લેવામાં આવી છે. જો કે, 18 વર્ષે શારીરિક વિકાસ થકી લગ્ન સંબંધ શક્ય છે, પરંતુ લગ્ન ટકાવી રાખવા માટે માનસિક વિકાસ, આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ 18 વર્ષમાં થઈ શકતો નથી. જેના પગલે મોટાભાગના લગ્ન નિષ્ફળ જતા હોય છે. જેનું પારાવાર દુઃખ સમગ્ર પરિવારને થતું હોય છે.
પ્રેમલગ્ન મુદ્દે નિયમ બદલવામાં આવે તેમજ કોઈપણ પ્રેમલગ્ન કરનાર આ વ્યક્તિએ તેના બ્લડ રિલેશન અથવા માતા-પિતાની સહી આધારિત જ લગ્ન થાય, તો સામાજિક તેની સાથે સાથે વ્યક્તિને કુટુંબનો પણ સહયોગ મળી શકે છે. જેના પગલે લગ્ન તુટતા અટકે છે. લગ્નને કારણે પેદા થતી સમસ્યાઓને પણ નિવારી શકાય તેમ છે, આ મુદ્દે ઇડરના પૂર્વ પ્રમુખને લોકોએ રજુઆત કરી હતી. જેના પગલે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી આ મુદ્દાને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.