સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 20 થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સમગ્ર વહીવટીતંત્ર વિવિધ દલીલબાજી કરતું નજરે પડે છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા સિવિલમાં ડેન્ગ્યુના 30થી વધારે દર્દીઓ નોંધાયા છે. ત્યારે બીજી તરફ હિંમતનગરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ 8 થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જો કે, આ આંકડો હજુ વધી શકે તેમ છે.
હિંમતનગરમાં 30થી વધારે દર્દીઓ ડેન્ગ્યુના નોંધાયા છે. તો બીજી તરફ જિલ્લાના 8 મોટા શહેરોમાં હજુ પણ ડેન્ગ્યુના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જો કે, ડેન્ગ્યુ એ સમગ્ર જિલ્લાને ભરડામાં લીધું છે. ત્યારે હાલમાં ડેન્ગ્યુ મચ્છરને રોકવા માટે શનિ તેમજ રવિ બે દિવસ વિવિધ કર્મચારીઓને કામે લગાડવાની વાતો થઇ રહી છે. જો કે, હકીકત એ છે કે, જિલ્લામાં વધતા રોગચાળાને ડામવામાં તંત્ર નિષ્ફળ નીવડયું છે. તેના પગલે હાલમાં જિલ્લામાં આટલા મોટી સંખ્યામાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ હોવા છતાં પણ તંત્ર માત્ર શનિ રવિ પૂરતા આરોગ્ય કર્મચારીઓને કામે લગાડવાની વાતો કરી રહી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા હાલમાં આ મુદ્દે પગલાં નહીં લેવાય તો સ્વાભાવિક છે કે, ડેન્ગ્યુનો કહેર વધી જવાની પૂર્ણ સંભાવના છે. પરતું તંત્ર આ અંગે જાગૃત થશે કે નહીં એતો આવનારો સમય બતાવશે.
જો કે,જિલ્લામાં મહામારી ફેલાય તે પહેલા આરોગ્ય તંત્ર જાગૃત બની પગલાં ઉઠાવે તે જરૂરી છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર આ અંગે ક્યારેય પગલાં ભરે છે એ તો હવે સમય જ બતાવશે.