સાબરકાંઠા : જિલ્લાના વડાલી તાલુકાના કડીયાદરા ગામે પ્રગટાવવામાં આવતી હોળી સમગ્ર ગુજરાતમાં અનોખી છે. આ ગામમાં વાંસ, પથ્થર તેમજ સુકા ઘાસ થકી કુદરતી રીતે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા છ થી સાત કલાકનો સમય લાગે છે. તેમજ ગામના મોટાભાગના સમુદાયો એકત્રિત થઈ હોલિકા દહન ઉજવે છે.
આ સમગ્ર હકીકત પાછળ સ્થાનિકોનું એવું કહેવુ છે કે હોળીએ એકમાત્ર એવો તહેવાર છે. જેમાં કુદરતે આપેલી તાકાત, શક્તિ અને સમજણ થકી વર્ષ દરમિયાન કુટુંબના સભ્યો વચ્ચે થયેલા કોઈપણ વિખવાદનું વસ્તુઓનું દહન કરી એકતાનો ભાવ જળવાય છે અને માનવજીવન ઉત્તમ બને છે. હોલિકા દહન માટે વપરાતી તમામ સામગ્રી પણ એ જ સૂચવે છે કે વર્ષ દરમિયાન કુદરત જે રીતે વિવિધતામાં એકતાનો સૂર રાખે છે. તેમ માનવજીવનમાં પણ વિવિધતાઓ હોવા છતાં એકરૂપ બનવાનો પ્રયાસ કરવો જોઈએ.