સાબરકાંઠાઃ હિંમતનગરમાં શોભાયાત્રમાં થયેલા પથ્થરમારા (Himmatnagar Communal Violence) મામલે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાનો મામલો પૂર્વનિયોજિત કાવતરું હોવાની (Stone throwing at a procession in Himmatnagar) શક્યતા છે. અત્યારે હિંમતનગરમાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તહેનાત છે.
આ પણ વાંચો- Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ
39 લોકો સામે નામજોગ ફરિયાદ - ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આ મામલે વિવિધ ફરિયાદો નોંધવામાં (Himmatnagar Communal Violence) આવી છે, જેમાં 39 નામજોગ તેમ જ 700 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે. જોકે કાયદાનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવામાં આવશે. તેમ જ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવશે નહીં.
ભડકાઉ પોસ્ટ કરનારા વ્યક્તિની અટકાયત - ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા એક વ્યક્તિની અટકાયત થઈ છે. તેમ જ અન્ય એકની શોધખોળ ચાલુ છે. જોકે, કલમ 144ના ભંગની એક પણ ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી. આ સિવાય શાંતિ સમિતિની બેઠકમાં પણ આ મામલે રજૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં જે કોઈ અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમના ઉપર વધુ કલમો પણ ઉંમેરાઈ શકે છે.