- સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ
- છેલ્લા એક વર્ષથી બે જિલ્લામાં સાંભળી રહ્યા છે ચાર્જ
- પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
- જિલ્લામાં કોરોના સંક્રમણનો થઈ રહ્યો છે વધારો
સાબરકાંઠા: હિંમતનગર સિવિલના RMO કોરોના પોઝિટિવ આવતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ સર્જાયો છે. તેમને આજે તાવ,શરદી,ઉધરસનાં લક્ષણો આવતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના પગલે RMO એન.એમ.શાહ હાલ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. જોકે RMO એન.એમ.શાહ કોરોના મહામારીમાં અરવલ્લી તેમજ સાબરકાંઠામાં છેલ્લા એક વર્ષથી ખડે-પગે ફરજ નિભાવી રહ્યા છે તેમજ હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. સિદિ્કીને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બારડોલીના સીટી સ્કેન સેન્ટરમાં આવતા 80 ટકા દર્દીઓ કોરોના સંક્રમિત
શાહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે, ત્યારે આજે છેલ્લા એક વર્ષથી બે જિલ્લાઓના RMO તરીકેનો ચાર્જ સંભાળી રહેલા ડો. એન એમ શાહને પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જોકે છેલ્લા એક વર્ષમાં તેમને બન્ને જિલ્લાઓની સિવિલ હોસ્પિટલ સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને PHC સેન્ટરો ઉપર કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે પાયારૂપ ભૂમિકા ભજવેલી છે. આજે તેમને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ સર્જાયો છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર બતાવાઈ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીએ ગીત ગાઈને અન્ય દર્દીનો જુસ્સો વધાર્યો
બે જિલ્લાઓનો ચાર્જ પડ્યો ખાલી
સાબરકાંઠા જિલ્લામાં તેમજ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષથી RMO અધિકારી તરીકે ફરજ નિભાવતા ડો. એમ.એન.શાહનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને સારવારથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જેના પગલે હિંમતનગરનો ચાર્જ હાલ પૂરતો ડો. સિદ્દિકીને આપવામાં આવ્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લાનો ચાર્જ હજુ આપવાનો બાકી છે. વધતા જતા કોરોના સંક્રમણની સામે જવાબદાર અધિકારીને ચાર્જ આપવામાં આવે તો વધતા જતા કોરોના સંક્રમણને રોકવા મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે.