જિલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓનું ભારણ ખૂબ વધી ગયું છે. જેના કારણે ખેતીને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે. જેથી ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આ અંગે ખેડૂતોએ સ્થાનિક તંત્રમાં અનેક રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતાં. એટલે ભારતીય કિસાન સંઘને તંત્ર વિરૂદ્ધ વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.
હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોએ એકઠાં થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખેડૂતોની પડતર માંગણીઓને લઇ 14 મુદ્દાઓની લઈ વિશેષ માંગ કરવામાં આવી છે. જેમાં રાસાયણિક દવા તેમજ ખાતર અંગે યોગ્ય કાર્યવાહી સહિતના મુદ્દાઓ આવરી લેવાયાં છે.