આજના યુગમાં મોબાઈલનો જમાનો આવ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનો એક અભિગમ અપનાવામાં આવ્યો છે. તેથી સાબરકાંઠાના હિંમતનગરમાં સર્વોદય હોટલ ખાતે સીટી ગોટ ટેલેન્ટનો ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનો દ્વારા તેમનામાં રહેલી વિવિધ ટેલેન્ટો રજૂ કરવામા આવ્યા હતા. જેમાં નાના બાળકો સહિત મોટી ઉંમરના લોકોએ પણ ભાગ લીધો હતો. યુવાનો વિવિધ પર્ફોમ્સ કરતા નજરે પડ્યા હતા. જેમાં વિવિધ કલાઓ રજુ કરવામાં આવી હતી. જેમા નાટક, ફિલ્મ સોંગ, ડાન્સ અને મિમિક્રી કરવામાં આવ્યા હતા. એક યુવતીએ નાના બાળકો સાથે યોગા પણ કર્યા હતા.