ETV Bharat / state

હિંમતનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન - Heavy Rain in Sabarkantha

સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વહીવટી તંત્ર ક્યાં, હજુ સુધી નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.

Sabarkantha
author img

By

Published : Aug 11, 2019, 3:08 PM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ હાલમાં આ સોસાયટીઓમાં આવવા જવા માટે પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હિંમતનગરથી મહેસાણા રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં અત્યારે હાલ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે.

હિંમતનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન

તેમજ રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોવાના પગલે સ્થાનિકો માટે ઘરની બહાર નીકળવું પણ એક સવાલ થઈ ચૂક્યો છે. હિંમતનગરની રોયલ પાર્ક સોસાયટીમાં હાલમાં ઘૂંટણ સમા પાણીમાં કોઈપણ પ્રકારનું વાહન આવી શકે તેમ નથી તેમ જ સોસાયટીઓમાંથી બહાર જવા માટે પણ કોઇ વ્યવસ્થા થઇ શકે તેમ નથી.

એક તરફ વિદ્યાર્થીઓનું આ દિવસો દરમિયાન શિક્ષણ બગડી રહ્યુ છે તો બીજી તરફ સ્થાનિક માટે આરોગ્યનો પણ મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે, દર વર્ષે આ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત્ રહેવા છતાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે સ્થાનિકોને પાણીની આ સમસ્યામાંથી ક્યારેય છૂટકારો મળશે તે તો આગામી સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે વહીવટી તંત્ર ક્યાં હજી સુધી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માં પણ ઉતરી હોય તેવો ઘાટ સર્જાયો છેBody:સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગતરાત્રિએ ઘર સુધી પાણી ભરાઈ ગયા હતા તેમજ હાલમાં આ સોસાયટીઓમાં જવા આવવા માટે પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે હિંમતનગર થી મહેસાણા રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં અત્યારે હાલ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે તેમજ રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોવાના પગલે સ્થાનિકો માટે ઘરની બહાર નીકળવું પણ એક સવાલ થઈ ચૂક્યો છે હિંમતનગરની રોયલ પાર્ક સોસાયટીમાં હાલમાં ઘૂંટણ સમા પાણીમાં પગલે કોઈપણ પ્રકારનું વાહન આવી શકે તેમ નથી તેમ જ સોસાયટીઓમાં થી બહાર જવા માટે પણ કોઇ વ્યવસ્થા થઇ શકે તેમ નથી.એક તરફ વિદ્યાર્થીઓ નું આ દિવસો દરમિયાન શિક્ષણ બગડી રહ્યુ છે તો બીજી તરફ સ્થાનિક માટે આરોગ્ય નો પણ મોટો સવાલ ઉભો થયો છે ત્યારે દર વર્ષે આ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત્ રહેવા છતાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવો ઘાટ સર્જાયો છે જોકે સ્થાનિકોને પાણીની આ સમસ્યામાંથી ક્યારેય છૂટકારો મળશે એ તો આગામી સમય જ બતાવશે
વન ટુ વન Conclusion:જો કે સ્થાનિક લોકો ને આ પરેશાની થી છુટકારો ક્યારે મળશે એ તો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.