- સાબરકાંઠામાં કોરોના વેક્સિન પહોંચી
- વેક્સિન આવતા જ વહીવટી તંત્ર લાગ્યું કામે
- ૧૬મી જાન્યુઆરીથી જિલ્લામાં 9 જગ્યાએ અપાશે વેક્સિન
સાબરકાંઠા:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ને પગલે લાખો લોકો સંગઠિત બન્યા છે. તેમજ હજી પણ દિનપ્રતિદિન પણ યથાવત્ રહેતા વિશ્વની આશા ઉપર ટકેલી છે. ત્યારે ભારતની સ્વદેશી બનાવટની વેક્સિનેશનનો 16000 થી વધારેનો જથ્થો સાબરકાંઠાના હિમતનગર ખાતે આવી પહોંચતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે જિલ્લામાં પ્રથમ ચરણમાં 9 જગ્યાએથી જિલ્લાના તમામ મેડીકલ તેમજ આરોગ્ય કર્મીઓની પ્રથમ તબક્કામાં આપવામાં આવશે.ત્યારબાદ તબક્કાવાર જિલ્લામાં બાકી રહેલા લોકોને પણ વેક્સિન પહોંચાડવામાં આવશે.
16 હજારથી વધારે કર્મીઓ કોરોના મામલે સુરક્ષિત બનશે
કોરોનાનો જથ્થો સાબરકાંઠા પહોંચતા સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કામ કરતાં તમામ કર્મીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને સૌથી પ્રથમ સાબરકાંઠા જિલ્લાના 16000 જેટલા વ્યક્તિઓને જ આરોગ્ય કર્મીઓની આપવાનો છે. ત્યારે દિન-પ્રતિદિન કોરોના સંક્રમિત લોકોની વચ્ચે રહેનારા સમગ્ર તાપમાન ખુશીનો માહોલ છવાયો છે. આ તબક્કે કોરોના સૌથી પ્રથમ આરોગ્ય કર્મીઓને આપવાનો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જથ્થો આગામી સમયમાં છેવાડાના વ્યકતિને કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી બની રહેશે.
16 હજારથી વધારે સ્ટાફનું ભવિષ્ય કોરોના મામલે સુરક્ષિત
જોકે કોરોના વેક્સિન સુધી પહોંચાડવા માટે લેવાયેલો નિર્ણય ને પગલે વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે તેમ જ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પણ તંત્ર કટિબદ્ધ છે.સાબરકાંઠા જિલ્લાના 16 હજારથી વધારે આરોગ્ય કર્મીઓ માટે આજે પ્રથમ તબક્કાનો કોરોના વેક્સિનેશનનો જથ્થો સાબરકાંઠાના હિંમતનગર આરોગ્ય વિભાગના સ્ટોર રૂમમાં મુકવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા 16 હજારથી વધારે સ્ટાફનું ભવિષ્ય કોરોના મામલે સુરક્ષિત બન્યું છે.
સમગ્ર જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો
સાબરકાંઠા જિલ્લામાં વેક્સિનેશનનો જથ્થો આવી પહોંચતા સમગ્ર જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. એક તરફથી પ્રતિદિન ગુણવત્તા તથા સંક્રમણ સામે વેક્સિન એ એકમાત્ર ઉપાય બની રહ્યો હતો. તેવા સમય-સંજોગો સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં 16 હજારથી વધારે કોરોના વેક્સિનનો જતો પહોંચાડવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લામાં આગામી સમયમાં કોરોના દક્ષિણ કોરોનાનો ભય દૂર કરી શકાશે. જેથી આગામી સમયમાં કોરોના નામશેષ બને તો નવાઈ નહીં.સમગ્ર વિશ્વમાં મહામારી બની ચૂકેલા કોરોના વેક્સિન મામલે ભારત સરકાર તેમ જ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં 16 હજારથી વધારેનો જથ્થો સાબરકાંઠાના હિંમતનગર સુધી પહોંચાડતા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી સમયમાં કોરોના વેક્સિન કેટલું સફળ બની રહે છે તે જોવું રહ્યું.