સાબરકાંઠા: જિલ્લામાં હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સાબરકાંઠા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જળસ્તર વધી રહ્યું હતું, જેના પગલે નીચાણવાળા 40થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સોમવાર બપોર બાદ જળસ્તર વધતાં હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. છેલ્લા સાત વર્ષમાં માત્ર એક જ વખત હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે.
હાથમાંથી ડેમ 1960માં બનાવવામાં આવ્યો હતો. 45 કિલોમીટરથી વધારેના અંતરમાં હાથમતી ડેમ થકી પાણી સંગ્રહ થાય છે. જેના દ્વારા હજારો હેક્ટર જમીન માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા આ જળાશય થકી પૂરી થાય છે.
આગામી સમયમાં નીચાણવાળા વિસ્તારના લોકો માટે ઉપરવાસમાંથી વધુ પાણી આવે તો સલામત સ્થળે જવું અનિવાર્ય બની શકે તેમ છે.