ETV Bharat / state

મૂછોનો ઉપયોગ પ્રચાર માટે, જાણો કોણ છે ઉમેદવાર... - legislative assembly

ગુજરાત વિધાનસભામાં ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. વિવિધ પક્ષો અવનવા આયોજન કરી મતદારોને આકર્ષી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભામાં(Himmatnagar Assembly seat) અપક્ષ ઉમેદવાર(Independent candidate) મગનલાલ સોલંકી પ્રચાર માટે પોતાની મૂછોથી જાણીતા બન્યા(Became known for his mustache for campaigning) છે. હિંમતનગર વિધાનસભામાં તેમની મૂછોના પગલે લોકો વિશેષ આકર્ષિત થઈ રહ્યા છે તેમજ મગનલાલનું માનવું છે કે તેમની જીત થશે તો મોંઘવારી રોજગારી તેમજ ખેડૂતોને સહાય રૂપ બનશે.

મૂછોનો ઉપયોગ પ્રચાર માટે
મૂછોનો ઉપયોગ પ્રચાર માટે
author img

By

Published : Nov 28, 2022, 8:30 PM IST

હિંમતનગર: ગુજરાત વિધાનસભામાં ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. વિવિધ પક્ષો અવનવા આયોજન કરી મતદારોને આકર્ષી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભામાં(Himmatnagar Assembly seat) અપક્ષ ઉમેદવાર(Independent candidate) મગનલાલ સોલંકી પ્રચાર માટે પોતાની મૂછોથી જાણીતા બન્યા(Became known for his mustache for campaigning) છે.

મૂછોનો ઉપયોગ પ્રચાર માટે

મૂછોનો ઉપયોગ પ્રચાર માટે: સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભા બેઠક પરથી 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મગનલાલ સોલંકીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. સફરજનના નિશાન ઉપર તેઓ ધારાસભ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. વિધાનસભામાં પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે અપક્ષ ઉમેદવાર પોતાની મૂછનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે કરી રહ્યા છે. પોતાની મૂછોને તાવ આપીને લોકો માટે આકર્ષિત કરીને પ્રચાર કરતા હોય એવા આ સ્ટાર પ્રચારક બની રહ્યા છે. સ્થાનિક મતદારો પણ તેમને જોવા વિશેષ સમય ફાળવી રહ્યા છે. મૂછો હો તો મગનભાઈ જેવીના લોકોના બોલ પડે છે.

સૈન્યમાં કરી ચૂક્યા છે કામગીરી: મગનભાઈની મૂછો જે જાણીને નવાઈ પમાડે તેવું છે કે પોતાની મૂછોને કારણે ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યા છે. મગનભાઈ સોલંકી દેશ માટે આર્મીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી આતંકવાદીઓ સહિત વિવિધ યુદ્ધ મોરચે પોતાની ફરજ નિભાવી નિવૃત્ત થયા છે. તેઓએ દેશ માટે કારગીલ યુધ્ધ સહિત શ્રીલંકા,ચીન સહિત આતંકવાદી ગતિવિધિઓમાં પણ વિવિધ લડાઈ લડી ચૂક્યા છે. ભારતીય સૈન્યમાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા મગનભાઈ સોલંકી સૈન્યમાં કામગીરી બદલ 6 મેડલ મેળવી ચૂક્યા છે.

પ્રજાના પ્રશ્નોને વાચા: ખેડૂતોને દેવામાફી, બેરોજગારી, પાક-વીમાનો પ્રશ્ન અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની હાલત કફોડી બની છે. જેથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તેમનું માનવું છે કે તેમની જીત થશે તો મોંઘવારી રોજગારી તેમજ ખેડૂતોને સહાયરૂપ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.