ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak: GPSC બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને ઇ-મેલ કરી કાર્યવાહી કરવા રજૂઆત - સાબરકાંઠા હિંમતનગર બાયપાસ રોડ

બિન સચિવાલય કારકુન પરીક્ષા (GSSSB Head Clerk Paper Leak)માં પેપર લીક મામલે સમગ્ર રાજ્યમાં અત્યારે હોબાળો મચ્યો છે. GPSC બોર્ડ (gujarat secondary service selection board) દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ ઘટનાની તપાસ LCBને સોંપવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા (Gujarat Secondary Service Selection Board Asit Vora Chairman)એ પેપર લીક મામલે કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું છે.

GSSSB Head Clerk Paper Leak: GPSC બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને ઇ-મેલ કરી કાર્યવાહી કરવા રજૂઆત

author img

By

Published : Dec 16, 2021, 6:08 PM IST

સાબરકાંઠા: ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન પરીક્ષામાં પેપર લીક (GSSSB Head Clerk Paper Leak) મામલે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ દ્વારા જાહેર કરાયેલા 4 ગાડીના નંબરો પૈકી 2 ગાડી હિંમતનગરમાંથી મળી આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હડકંપ સર્જાયો છે. જો કે GPSC બોર્ડ (gujarat secondary service selection board) દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને મેલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ પણ તાત્કાલિક ધોરણે LCBને તપાસ સોંપતાં શહેરમાં હડકંપ વ્યાપ્યો છે.

સાબરકાંઠા પોલીસને ઇ-મેલ કરીને અરજી આપી

આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ દ્વારા છેલ્લા 2 દિવસથી કરાઈ રહેલી પ્રેસ કોન્ફરન્સમાં પગલે ગત રોજ તેમની પેપર લીક મામલે 4 ગાડી નંબર જાહેર કર્યા હતા.

આ વિશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા (Gujarat Secondary Service Selection Board Asit Vora Chairman)એ કહ્યું કે, તેમણે સાબારકાંઠા પોલીસ (sabarkantha police)ને ઇ-મેલ કર્યો છે. સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવા જણાવ્યું છે. અસિત વોરાએ પેપર મામલે પોલીસમાં અરજી કરી છે. આ મામલે 10થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાય તેવી શક્યતા છે.

પેપર લીક મામલે 4 ગાડી નંબર જાહેર

બિન સચિવાલય કારકુનની 189 બેઠકો માટે 80 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે પેપર લીક થતા તાત્કાલિક ધોરણે સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ દ્વારા છેલ્લા 2 દિવસથી કરાઈ રહેલી પ્રેસ કોન્ફરન્સમાં પગલે ગત રોજ તેમની પેપર લીક મામલે 4 ગાડી નંબર જાહેર કર્યા હતા, જે પૈકી 2 ગાડી સાબરકાંઠા હિંમતનગરના બાયપાસ રોડ (sabarkantha himmatnagar bypass road) ઉપરથી મળી આવતા સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

ગાડી ટ્રેક્ટરના શોરૂમના માલિકની

જો કે મળી આવેલી 2 ગાડી પૈકી એક ગાડી છેલ્લા 15 દિવસથી ગેરેજની બહાર બિનવારસી હાલતમાં મળી આવી છે. તો બીજી ગાડી ગેરેજની બાજુમાં આવેલા ટ્રેક્ટરના શોરૂમના માલિકની હોવાનું ખુલ્યું છે. ટ્રેક્ટર શો રૂમના માલિકે પોતાને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું જણાવી આગામી સમયમાં પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે.

પોલીસે આ મામલે LCBને તપાસ સોંપી

પેપર લીક મામલે GPSC બોર્ડ દ્વારા પણ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કરતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે LCBને તપાસ સોંપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જો કે આજે એક સાથે 2 ગાડી મળી આવતા ગાડી માલિકે પોલીસ સહયોગની સાથોસાથ ચોક્કસ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે.

મોટા માથાઓના નામ ખૂલે તેવી સંપૂર્ણ સંભાવના

જો કે પેપર લીક મામલે આગામી સમયમાં મોટા માથાઓ તપાસમાં બહાર આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ સર્જાઇ છે. ત્યારે જોવું રહ્યું કે, આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા નામ બહાર આવે છે અને 80 હજારથી વધારે વિદ્યાર્થીઓને થયેલા અન્યાય માટે જવાબદાર આરોપી સુધી પહોંચવામાં પોલીસ કેટલો સમય લેશે.

આ પણ વાંચો: Bin Sachivalay Paper Leak Case: સાબરકાંઠામાંથી મળેલી બિનવારસી કારનો ઉપયોગ પેપર લીકમાં થયો હોવાનો આક્ષેપ

આ પણ વાંચો: Exam Paper Leak In Gujarat: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીકનો જૂનાગઢમાં આપે કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.