હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇસરવાડા ગામના નટુભાઇ સોલંકી લોકડાઉનના કપરા સમયમાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. હાલ ધંધા-રોજગાર બંધ હોવાથી શ્રમિક વર્ગને મુશ્કેલી પડી રહી છે. આ કપરા સમયમાં પોતાની સામાજિક જવાબદારી રૂપે આસ-પાસના ગામોના જરૂરીયાતમંદ લોકોને કરીયાણાની કિટોનું વિતરણ કરી રહ્યા છે. નટુભાઇએ લોકડાઉન દરમિયાન 8000 જેટલી કીટોનુ વિતરણ કર્યું છે.
નટુભાઇ સોલંકી જણાવ્યું હતું કે, આપણો દેશ અને વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાન દ્રારા આપવામાં આવેલા લોકડાઉનથી આપણા દેશમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થતા અટક્યો છે. આ સમયમાં એક નાગરીક તરીકે હું મારા સ્તર પરથી દેશની બનતી સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.આ પરીસ્થિતિમાં એક વિચાર આવ્યો કે જે લોકોને જરૂર છે તેમને મારી મદદ કરી દેશની સેવામાં સહભાગી બનું. તેથી મે ગામના જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટોનું વિતરણ શરૂ કર્યું હતું.
વધુમાં નટુભાઇ જણાવે છે કે, તેઓ ધંધાદારી માણસ છે અને તેઓ મમતા એન્ટરપ્રાઇઝના માલિક છે. ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી ભગવાનની સેવા બરોબર છે. દરેક નાગરીકે સામાજીક ઋણ ચુકવવું જોઇએ. સરકાર દ્રારા પણ ખુબ જ પ્રસંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. માટે દેશના તમામ નાગરીકોએ સરકાર દ્રારા આપવામાં આવતા આદેશોનું પાલન કરી પોતાને અને પોતાના પરીવારને કોરોનાના જોખમથી બચાવવું જોઇએ.
આ કીટમાં ચોખા, દાળો, તેલ, ઘઉનો લોટ, મીઠ્ઠું જેવી સામગ્રીઓ આપી રહ્યા છે .આ સાથે નટુભાઇ સરકાર દ્રારા આપવામાં આવતા આદેશોનું પાલન કરી વિતરણ કરે છે. નટુભાઇની આ સેવા ભાવના વહિવટી તંત્ર અને ગ્રામજનો દ્રારા બિરદાવવામાં આવી રહી છે.
ઈડરમાં જરૂરિયાતમંદોને અનાજની 8 હજાર કિટનું વિતરણ કરાયું - સાબરકાંઠા કોરોના વાઈરસ ન્યૂઝ
સાબરકાંઠાના ઇડરમાં લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદોને 8000 જેટલી અનાજની કિટોનું વિતરણ કરી સ્થાનિક યુવકની અનોખી પહેલ હાલમાં સમગ્ર વહીવટી તંત્રમાં પણ કાબિલે તારીફ બની છે.