સાબરકાંઠા : જિલ્લાના ઇડરના ગોધમજી ગામના શિક્ષક હરેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. ગોધમજી ગામના ખેડૂતે ઝેરમુક્ત ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો એક નાનકડો પ્રયાસ છે. વિદેશી શાક બ્રોકલી, લાલ કોબીજ, મોગરી, શીમલા મરચા, ઝૂકીની, નોલખોલ જેવા શાક સફળતાપૂર્વક ઉગાડી વેચાણ કરે છે. ઝીરો બજેટ ખેતી તેમજ 11 ગીર ગાયો થકી પ્રાકૃતિક ખેતી અને દૂધના છુટક વેચાણ થકી વધારાની આવક મેળવી રહ્યા છે.
ખેતી કરનાર ખેડૂતોનું કહેવું છે ખેડુત હરેશ પટેલે જણાવ્યું કે, ખેતી તેમને વારસામાં મળેલા વ્યવસાય છે. તેથી તેઓ 2019 પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. રાસાયણિક ખેતીમાં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.
પ્રાકૃતિક કૃષિ અંગે અંગેની શિબિર વધુમાં જણાવ્યું કે, વર્ષ 2019ના જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની રાજ્યવ્યાપી પાંચ દિવસની શિબિર હતી. આ શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતાં બાબુ નિસરતા બંને જણા પાંચ દિવસ તાલીમ લીધી. આ તાલીમ બાદ અમે નક્કી કર્યું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરીશું. શિબિરમાંથી આવીને પહેલા તો થોડી એક રાસાયણિક ખાતરની થેલીઓ હતી. તે ખાતર વેચી દીધું અને દેશી ગાય લાવ્યા જેથી પ્રાકૃતિક ખેતી થઈ શકે.
16 પ્રકારની શાકભાજીનું વાવેતર ઉતરાયણના થોડા દિવસ બાકી હતા એટલે અમે અખતરા માટે અડધા વિધાથી પણ ઓછી જમીનમાં ઘઉં વાવ્યા હતા. જેમાં અમે બીજામૃત પટ આપ્યો અને જેટલા પિયત થયા તે બધા પિયતમાં જીવામૃત આપ્યું. પાછળથી વાવેતર હોવા છતાં રાસાયણિકમાં જેટલા ઘઉંનું ઉત્પાદન થતું એટલું ઉત્પાદન પ્રાકૃતિક કૃષિથી થયું. ઉનાળામાં અમે અડધા વિધાથી ઓછી જમીનમાં ઉનાળુ મગફળી અને એક વીઘામાં વિવિધ 16 પ્રકારની શાકભાજીનું વાવેતર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કર્યું હતું.
આ પણ વાંચો Effective Pest Control Solution : પાકમાં જીવાત નિયંત્રણ કરે રાખનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીના નુસખા
ખાતરો અને દવાઓ પાછળ ખોટો ખર્ચો શાકભાજી વધારે થવા લાગી તો ખેતર ઉપર જ એનું છૂટક વેચાણ ચાલુ કર્યું. ગ્રાહકોએ અમારી જોડેથી શાક લીધું એમના પ્રતિભાવ પણ ખૂબ જ સારા રહ્યા. પહેલા વર્ષે એક વીઘામાંથી સરેરાશ દૈનિક 400નું શાકભાજી વેચાણ થવા લાગ્યુ બાદમાં ઉનાળુ મગફળીમાં બાજુમાં રાસાયણિક ખેતીથી મગફળી પકવેલી તેટલો જ ઉતારો અમારી મગફળીનો રહ્યો. આ પ્રયોગ બાદ અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી. જો પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક જેટલું ઉત્પાદન મળતું હોય તો શું કામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ ખોટા પૈસા નાખી દેવા.
આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં
ઝીરો બજેટ ખેતી થકી વર્ષે આવક હાલમાં એકથી દોઢ વિધામાં મિશ્ર મોડ્લ ખેતીમાં શાકભાજીમાં સરગવો, રીંગણ, વટાણા, મૂળા, બીટ, પાલક, ડુંગરી, લસણ, દૂધી, દેશી મકાઇ, ધાણા, સવાની ભાજી, મેથી અને વિદેશી શાક બ્રોકલી, લાલ કોબીજ, મોગરી, શીમલા મરચા, ઝૂકીની, નોલખોલ જેવા શાક કીલોના 40થી 60ના ભાવે અને ગીર ગાયોના દૂધનું વેચાણ કરી વધારાની આવક કમાય છે. આ વર્ષે તેમણે ખેતરમાં શેરડીનો પાક, ઘઉં, ચણા અને કપાસનો પાક કર્યો છે. હરેશ પટેલે પોતાની 8 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઝીરો બજેટ ખેતી થકી વર્ષે 6 લાખથી વધુનો ચોખ્ખો નફો કરે છે સાથે પ્રકૃતિ સંવર્ધન થકી આત્મસંતોષ મેળવે છે.