ETV Bharat / state

GETCO Exam Paper Leak 2022: કારમાં બેસે તે પહેલા જ પ્રાંતિજના મિત પટેલની કરાઈ અટકાયત

પ્રાંતીજમાં આજે GETCOની પરીક્ષાનું પેપર લીક (GETCO Exam Paper Leak 2022) થયું હોવાનો ખુલાસો યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યો હતો. કારનો નંબર પણ તેમણે જાહેર કર્યો હતો. જાહેર કરવામાં આવેલા નંબરવાળી કાર પ્રાંતીજ પરીક્ષા કેન્દ્ર (GETCO Exam Centre Prantij)ની બહાર મળી આવી હતી. આ કારમાં બેસવા જઇ રહેલા મિત પટેલની પણ પૂછપરછ હેતુ એટકાયત કરવામાં આવી છે.

GETCO Exam Paper Leak 2022: કારમાં બેસે તે પહેલા જ પ્રાંતિજના મિત પટેલની કરાઈ અટકાયત
GETCO Exam Paper Leak 2022: કારમાં બેસે તે પહેલા જ પ્રાંતિજના મિત પટેલની કરાઈ અટકાયત
author img

By

Published : Jan 4, 2022, 6:29 PM IST

પ્રાંતીજ: સાબરકાંઠાના પ્રાંતીજમાં આજે લેવાઈ રહેલી જેટકોની પરીક્ષાનું પેપર લીક (GETCO Exam Paper Leak 2022) થવાના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જેટકો પરીક્ષા મામલે પરીક્ષાર્થી સહિત કારના નંબર જાહેર કર્યા હતા. આ કાર પ્રાંતીજ પરીક્ષા કેન્દ્ર (GETCO Exam Centre Prantij) બહારથી મળી આવતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો. પોલીસે પરીક્ષા બાદ મિત પટેલ જાહેર કરાયેલા નંબરવાળી કાર લેવા જતા પોલીસે તેની પૂછપરછ હેતુ અટકાયત કરી છે.

મિતુલ પટેલની જગ્યાએ મિત પટેલ નામ બહાર આવ્યું

સાબરકાંઠાના પ્રાંતિજમાં આજે લેવાઈ રહેલી જેટકોની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી કારના નંબર સાથે વ્યક્તિઓના નામ જાહેર કર્યા હતા. જાહેર કરાયેલા નંબરવાળી કાર પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રની બહાર મળી આવતા ખળભળાટ સર્જાયો છે. પરીક્ષા પૂરી થયા બાદ જાહેર કરાયેલા નંબરવાળી કારમાં મિત પટેલ નામનો બાયડનો પરીક્ષાર્થી બેસવા જતો હતો. આ દરમિયાન પ્રાંતિજ પોલીસે (Prantij Police Investigation In GETCO Paper Leak) તેની પૂછપરછ માટે અટકાયત કરી છે. તેમજ મિતુલ પટેલની જગ્યાએ મિત પટેલ નામ બહાર આવ્યું છે.

GSSSB હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ પ્રાંતિજથી લીક થયું હતું

જો કે સૌથી મહત્વની બાબત એ છે કે, આ મામલે પરીક્ષા કેન્દ્રની અંદર જેતપુરના કર્મચારીઓ તેમજ સ્થાનિક પરીક્ષા કેન્દ્રના સંચાલક દ્વારા મીડિયાકર્મીઓ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ઉલ્લેખનીય છે કે, GSSSB હેડ ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયું હતું તે સમગ્ર કૌભાંડ પણ સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછાથી ખૂલ્યું હતું. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકના પડઘા હજુ શાંત નથી પડ્યા ત્યારે આજે લેવાઈ રહેલી ગુજરાત વીજ વિભાગ (gujarat electricity department)ની જેટકો કંપનીની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજ સિંહે ઘટસ્ફોટ કરતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં હડકંપ સર્જાયો છે.

આ પણ વાંચો: GETCO company Exam Paper Leak: સાબરકાંઠાના પ્રાંતિજમાં જેટકોનું પેપર લીક થયાના આક્ષેપથી ખળભળાટ

કારમાં બેસવા જાય તે પહેલા મિત પટેલની ધરપકડ

પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયેલા નંબરવાળી કાર સાબરકાંઠાના પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રની બહાર મળી આવતા વધુ એકવાર પેપર લીક (Paper Leak Scam In Gujarat) મામલે પ્રાંતિજનું નામ ખરડાયું છે. જો કે આમાં પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેતા પરીક્ષા કેન્દ્રના સંચાલક દ્વારા જાહેર કરાયેલા મિતુલ પટેલ નામનો કોઈપણ પરીક્ષાર્થી ન હોવાનું સૂચવાયું હતું. જાહેર કરાયેલા નંબરવાળી કારમાં બાયડનો મિત પટેલ નામનો પરીક્ષાર્થી બેસવા જાય તે પહેલાં જ પ્રાંતિજ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. જો કે કોન્ફરન્સમાં મિતુલ પટેલ નામ જાહેર કરાયું હતું, જ્યારે પરીક્ષાર્થી મિત પટેલ રજૂ કરાયેલી કારમાં બેસવા જતો હતો જેની અટકાયત કરવામાં આવતા આગામી સમયમાં વધુ તાર ખુલી શકે છે.

આ પણ વાંચો: Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખ લેવાયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.