ETV Bharat / state

વડાલીમાં વ્યાજખોરોએ આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા 4 આરોપીની ધરપકડ

સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસના પગલે આપઘાત કરવા મજબૂર કરનારા 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત રાત્રે 4 વ્યાજખોરોની અટકાયત કરી તમામને કોર્ટમાં રિમાન્ડ માટે મોકલી આપ્યા હતા. તેમજ હજુ 3 ફરાર વ્યાજખોરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

sabrkatha
વડાલીમાં વ્યાજખોરોના આતંકથી આપઘાત, મજબૂર કરનારા ચાર ઝડપાયા 3 હજુ બાકી
author img

By

Published : Feb 20, 2020, 9:31 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા મજબૂર કરનારા વડાલીના 4 વ્યાજખોરો ઝડપાયા હતા. જો કે, નરેશ પટેલ નામના યુવકને આપઘાત કરવા મજબૂર કરનારા હજુ પણ ત્રણ આરોપી પોલીસ પહોંચથી દુર છે. 7 આરોપી પૈકી 4ને કોર્ટમાં રજૂ કરાયા છે. જેમાં કોદર સિંહ ભરતસિંહ, જૂજાર સિંહ તેમજ ઉપેન્દ્ર દશરથ સિંહ તેમજ રાજેન્દ્રસિંહ હાડાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

જો કે, હજુ સુધી પોલીસ 3 આરોપીઓની અટકાયત કરી શકી નથી. પોલીસના હાથ હજુ મુખ્ય આરોપી સુધી પહોંચ્યા નથી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસના હાથે લાગ્યા નથી.

વડાલીમાં વ્યાજખોરોના આતંકથી આપઘાત, મજબૂર કરનારા ચાર ઝડપાયા 3 હજુ બાકી

આગામી સમયમાં આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસ તાત્કાલિક ધોરણે વ્યાજખોરોને અટકાયત નહીં કરે તો વધુ એકવાર સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જ રહે છે સફળ મહિલા પોલીસ આ મુદ્દે કેટલી ગંભીર બની બાકી રહેલા ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.