- આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ દ્વારા યોજાયો ડેમો
- હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગે આપ્યું માર્ગદર્શન
- સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને અપાયું માર્ગદર્શન
- સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો પ્રથમ શું કરવું તેની અપાઇ સમજ
સાબરકાંઠાઃ સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો વધુ પ્રમાણમાં હોય છે જોકે હાલમાં કોરોના મહામારીના પગલે તમામ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાના દર્દીઓથી ભરેલા છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગે તો પ્રાથમિક દ્રષ્ટિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તેમજ એક લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં આગ લાગે તો પ્રાથમિક તબક્કે દર્દીઓને કેવી રીતે બચાવવા તેમજ આગને આગળ વકરતી રોકવા ઉપરાંત આગ ઉપર કાબૂ મેળવવા શું કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટ મનપા દ્વારા આગ પર કાબુ કેમ મેળવી શકાય તે હેતુ ડેમોન્સ્ટ્રેશન યોજાયું
સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો વધ્યા
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે ત્યારે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં આગ લાગે તો આગ ઉપર કાબૂ કેવી રીતે મેળવવું, આગ લાગે તો પ્રાથમિક બાબતો કઈ કઈ ધ્યાનમાં રાખવી તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ NDRFની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આફત સમયે કેવી રીતે બચવું તેનો ડેમો અપાયો