ETV Bharat / state

સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોનું કૃષિ બિલને સમર્થન

કેટલાક કિસાન સંગઠનો દિલ્હીમાં ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોએ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સુધારાને ખેડૂતોના વિકાસ સાથે સરખાવી કેન્દ્ર સરકારે રજૂ કરેલા બિલને સમર્થન કર્યું છે. આ સાથોસાથ ભારતીય કિસાન સંઘે પણ કૃષિ બિલને કિસાનના વિકાસ સાથે સરખાવ્યુ છે.

સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોનું કૃષિ બિલને સમર્થન
સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોનું કૃષિ બિલને સમર્થન
author img

By

Published : Jan 4, 2021, 3:41 PM IST

  • વડાલી કંપાના ખેડૂતોએ કૃષિ સંગઠનોનો વિરોધ કર્યો
  • દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનો વિરોધ કર્યો
  • કિસાન કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વધુ સક્ષમ બન્યો

સાબરકાંઠા : વડાલી કંપાના ખેડૂતોએ આજે કૃષિ સંશોધન ભારત સરકારને સમર્થન જાહેર કરી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમજ છેલ્લાં 7 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સુધારાને પગલે ખેડૂતોનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. જોકે ખેતી કરનારા લોકોને આગામી સમયમાં પોતાની ઉપજને ચોક્કસ ભાવ પહેલેથી નક્કી હોવાના પગલે નુક્સાન જવાની સંભાવના નહિવત્ રહેતી હોય છે. જેના કારણે કિસાન કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વધુ સક્ષમ બન્યો છે. તેવુ વડાલી કંપા ખેડૂતો જણાવી રહ્યા છે.

સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોનું કૃષિ બિલને સમર્થન

કિસાનો કેન્દ્ર સરકારના સહયોગમાં આવ્યા

હરિયાણા તેમજ પંજાબના ખેડૂતોએ છેલ્લાં 40 દિવસથી દિલ્હીમાં ધામા નાખી કેન્દ્ર સામે વિરોધનો મોરચો માંડ્યો છે. જેના પગલે હવે સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોએ ભારત સરકાર દ્વારા કૃષિ સંશોધનમાં કરાયેલા ફેરફાર જણાવી તાજેતરમાં રજૂ થયેલા કૃષિ સંવિધાનના ફેરફારને યથાર્થ ગણાવી કેન્દ્ર સરકારના સહયોગમાં આવ્યા છે. જોકે, સ્થાનિક ખેડૂતોનું માન્યતા છે કે, ખેડૂતોએ છેલ્લાં સાત વર્ષમાં રોકડિયા પાક સહિત પોતાના જ અન્ય ધાન્યમાં પણ મબલખ આવક મેળવી છે. જે પાછળ સૌથી મહત્વની બાબત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બની રહી છે. જોકે, હાલમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિત સંગ્રહ અને વેચાણ ઉપર કરાયેલા પરિવર્તનોના મામલે વિવિધ સંગઠનો દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે.

વડાલી કંપાના ખેડૂતોને સાત વર્ષથી ફાયદો

સાબરકાંઠાના વડાલી કંપા ગામે છેલ્લાં કેટલાય વર્ષોથી રહેતા સ્થાનિક ખેડૂતો સાત વર્ષથી વિવિધ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જોડાયા છે. જોકે, આ વખતે મગફળી માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય ખૂબ ફાયદેમંદ રહ્યું હતું. સામાન્ય રીતે મગફળીનો ટેકાનો ભાવ 1055 હોવા છતાં સરેરાશ ભાવ 1150 ની આસપાસ રહેતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પગલે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોનો સહયોગ વધશે તેમજ આર્થિક રીતે મજબૂત પણ બનશે.

દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન સામે પણ સવાલ

દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન સામે પણ વડાલી કંપાના ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે. જેમાં તેમણે એવું જણાવ્યું છે કે, કિસાન હોય તે વર્તમાન સમયે ચાલી રહેલા વૈભવશાળી આંદોલનમાં ન જોડાય અને વૈભવશાળી આંદોલન કરનારા ખેડૂતો ન હોય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી દિન-પ્રતિદિન ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યા છે.જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલો આ કૃષિ સંશોધન આગામી સમયમાં ભારતના ખેડૂતોનો ભાગ્યવિધાતા બનશે. જોકે, આગામી સમયમાં ભારત સરકાર સામે પડેલા કેટલાક કૃષિ સંગઠન નિયમિત બદલાતી જતી માંગ સામે કેન્દ્ર સરકાર કેવા અને કેટલાક પગલાં ભરે છે તે પણ મહત્વનું છે. સાથોસાથ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કરાયેલા ધારાધોરણો થકી આગામી સમયમાં જગતનો તાત કેટલો સક્ષમ અને સમૃદ્ધ બને છે તે પણ મહત્વનું બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.