ETV Bharat / state

સાબરકાંઠામાં વન્યજીવોની તસ્કરી કરનાર 11ને ત્રણ દિવસના રિમાન્ડ - સાબરકાંઠાના સમાચાર

સાબરકાંઠાના ઇડર લાલપુર ગામે વન વિભાગ ગાંધીનગર દ્વારા રાત્રિના સમયે સાધુના વેશમાં દરોડા પાડ્યા હતા અને 11 આરોપીને ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી એક ઘુવડ, કાચબો તેમજ અન્ય પક્ષી મળી આવ્યા હતા.જેના પગલે વન વિભાગે ફરિયાદ કરી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ફટકાર્યા છે.

વન્યજીવોની તસ્કરી
વન્યજીવોની તસ્કરી
author img

By

Published : Jul 3, 2020, 7:06 PM IST

સાબરકાંઠા: ઇડરના લાલપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વન્યજીવની તસ્કરી થતી હોવાની પૂર્વ બાતમીને આધારે વન વિભાગ ગાંધીનગર દ્વારા રાજપીપળાથી લઈ ઇડર સુધી અલગ અલગ ટીમો બનાવી સાધુના વેશમાં તાંત્રિક વિદ્યા માટે ઘુવડની જરૂરિયાત હોવાનું તરકટ રચી એક સાથે 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

જેના પગલે આરોપીઓ પાસેથી જંગલી ઘુવડ કાચબો તેમજ એક શેરો નામના પક્ષી સાથે અટકાયત કરી હતી જેના પગલે ઇડર કોર્ટમાં તમામ આરોપીઓની એકસાથે રજૂ કરાયા હતા જેમાં પોલીસે 11 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

સમગ્ર રાજયવ્યાપી વન્યજીવોની તસ્કરી કરનાર ગેંગનો ગાંધીનગર વન વિભાગ સહિત અન્ય જિલ્લાની ટીમ દ્વારા કરાયા બાદ તસ્કર આલમમાં ભારે ગભરાટ સર્જાયો હતો. તેમજ રૂપિયા દસ લાખથી વધારેની કિંમતના અલગ અલગ વન્યજીવની તસ્કરીના ભાવ સામે આવ્યા હતા. જોકે આ મામલે પહેલી વાર સમગ્ર ગેંગ ઝડપાયા બાદ રજૂ કરી વધુ ત્રણ દિવસના રિમાન્ડ ફટકાર્યા છે. જેના પગલે આગામી સમયમાં હજુ વધુ ખુલાસા થઈ શકે તેમ છે.જોકે આગામી સમયમાં તસ્કરી મામલે ત્રણ દિવસના રિમાન્ડ બાદ કેટલા અને કેવા ખુલાસા થશે એ તો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.