વડાલીઃ સાબરકાંઠાના વડાલી નજીક આવેલા કેશરગંજ ગામે આજે વીજ ડીપીમાં આગ લાગતા ચાર એકરથી વધારેની જમીનમાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગય છે. જેથી સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં અરેરાટી સર્જાઈ છે. જો કે, ફાયર ફાઈટર આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા જ ઘઉંનો પાક રાખ થઈ ચૂક્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આજે અચાનક વીજળી ડીપીના પગલે ઉભા તૈયાર થયેલા ઘઉંના પાકને આગ લાગી હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા ચાર કરોડથી વધારેની જમીનમાંનો ઘઉંનો તૈયાર પાક રાખ થઈ ચૂક્યો હતો. એક તરફ કોરોનાની મહામારી તો બીજી તરફ તૈયાર ઘઉંનો પાક રાખ થઇ જતાં ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે.
વીજ કંપની દ્વારા પાકના ઉભા ખેતરોમાં ડીપી તેમજ વીજતારના પગલે તણખા પડવાથી દર વર્ષે સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં કેટલાય ખેડૂતોને તૈયાર પાક બળીને ખાખ થઈ જાય છે. જો કે, વીજ પ્રશાસન તંત્ર આ મુદ્દે આજદિન સુધી કોઇ ઠોસ પગલાં ભરી શક્યું નથી. આ સાથોસાથ વીજપોલના પગલે સર્જાતા નુકસાનની સહાય આજ દિન સુધી ખેડૂતોને મળતી નથી. જેના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવું પડતું પડે છે.
જોકે આ મામલે વહીવટી તંત્ર કોઈ ઠોસ પગલા ઉઠાવે તો જગતના તાત ઉપર આવી પડેલી આફતમાં સહાયભૂત બની શકે તેમ છેે. વહીવટીતંત્રએ આજદિન સુધી આવા કોઇપણ ખેડૂતને સહયોગ આપવામાં આનાકાની કરી છે. આજની આગની ઘટનામાં તંત્ર કેટલું મદદગાર સાબિત થશે તો આગામી સમય જ બતાવશે.