સોબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસનો હાહાકાર સર્જાયો છે, ત્યારે દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાવાઇરસના કહેર રોકવા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર ખાતે આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલને સેનેટરાઈઝ કરવામાં આવી છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવે કોરોનાવાઇરસનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ બોય તરીકે ફરજ બજાવનાર યુવકને કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
જો કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે યુવકના નજીકના 23 જેટલા લોકોને આઇસોલેટેડ કરી અન્ય વધુ લોકોને સંક્રમણ ન થાય તે માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. જેના પગલે સાબરકાંઠાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં તમામ વોર્ડ ,તમામ ઓપરેશન થિયેટર સહિત તમામ રૂમોમાં સેનેટરાઇઝ સ્પ્રે કરવામાં આવ્યો છે.