ઇડરના ફલાસણના જીતુભાઈ પટેલ પોતાની કાર લઇ ઈડર તરફ આવી રહ્યા હતાં. તે દરમિયાન અચાનક જ કારમાં આગ લાગી હતી. આગ લાગવાને પગલે કારનો દરવાજો ન ખૂલતા કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.
જોકે ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવેલા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ, આપણી ગુજરાતી કહેવત છે ને કે, કાળને કોણ રોકી શકે. આગ પર કાબુ મેળવાય તે પહેલા જ કારચાલક બળીને ખાખ થઈ ગયા હતાં, આ સમગ્ર ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી વ્યાપી હતી. ઈડર પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.