સાબરકાંઠાઃ જિલ્લામાં 2 દિવસ પહેલા હિંમતનગર બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, ગાંધીનગર અને અમદાવાદમાં ખોટું એડ્રેસ આપી NRI લોકોને ભાડે ગાડી આપવાના બહાને એક સાથે 6 ગાડીઓ તેમજ પૈસા ન આપતા છેતરપિંડી તેમજ બનાવની ફરિયાદ થઇ હતી.
સાબરકાંઠા જિલ્લા પોલીસે વિવિધ ટીમ બનાવી સમગ્ર નેટવર્ક સુધી પહોંચી મુખ્ય આરોપીની અટકાયત કરી હતી, તેમજ 41 લાખથી વધારેની કિંમત 6 ગાડી કબ્જે કરી હતી. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને પોતાની કિંમતી ગાડી પર કિલોમીટર દીઠ 10 થી 15 રૂપિયા આપતા હોય છે. જો કે, આરોપીઓએ આ મુદ્દે તમામ ગાડીના માલિકોને માસિક 30 હજારથી વધારેની રકમ સીધેસીધી આપવાની વાત કરતા આરોપીની વાતમાં વિશ્વાસ રાખી ગાડીઓ ભાડે આપી હતી. જો કે, એક પણ ગાડી તેમજ પૈસા પરત ન આપતા આ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા 4 પૈકી 2 ગાડીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે તેમજ એક ગાડી દારૂના કેસમાં ઝડપાઈ હતી. જેના પગલે સમગ્ર નેટવર્ક ખુલ્લું પડ્યું હતુ. તેમજ હાલમાં પોલીસ આ મુદ્દે જીંવત ભરી તપાસ હાથ ધરી આગામી સમયમાં હજુ પણ વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને રાજ્યના વિવિધ ગુનાઓમાં ગાડીઓનું લોકેશન તેમજ ગાડીઓ થકી અસામાજિક પ્રવૃત્તિઓ થયા હોવાની સંભાવનાઓ પણ દર્શાવી હતી, ત્યારે નેટવર્ક થકી હજુ વધુ ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.