સાબરકાંઠા: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ થકી લાખો લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. ત્યારે કોરોનાનો કહેર અટકાવવા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે કોઈપણ વ્યક્તિ બહાર ન આવે તે સૌથી જરૂરી છે. જો કે વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ તેમજ અન્ય ધાર્મિક મેળાવડાઓ બંધ થયા છે.
મરણ પ્રસંગે સગા-સંબંધીઓ માટે કપરી સ્થિતિ નિર્માણ થાય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનાં મહેન્દ્ર સોલંકી એ તેમના માતૃશ્રીનું અવસાન થતાં તેમને કોરોના વાઇરસની ગંભીરતા જાણી અન્ય લોકો સંક્રમિત ન બને તે માટે એક નવીન પહેલ કરી છે. જે અંતર્ગત યુ-ટ્યુબ ઉપર તમામ સગા-સંબંધીઓની લીંક મોકલી ઘરેથી જ બેસણામાં હાજર રહી શકે તે પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સામાજિક સંક્રમણ અટકાવ્યું છે. ભારતમાં કોરોના વાઈરસને અટકાવવા માટે કરાયેલી આ પહેલને તેમના પરિવારજનો પણ કામ કરી રહ્યા છે. સાથો સાથ ભારતના વડાપ્રધાનની લોકડાઉન કરી વાઈરસ સામે લેવાયેલા પગલાંને પણ આવકાર્યા છે.
હાલમાં સમગ્ર વિશ્વ આખુ આ મુદ્દે જાગૃત બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. વૈશ્વિક મહામારી ઘોષિત થઈ ચુકેલ કોરોના વાઈરસ સામે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત તમામ લોકો કામે લાગ્યા છે. સામાજિક રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય તે જરૂરી છે. હિંમતનગરમાં થયેલા ડિજિટલ પ્લેટફોર્મની સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પણ એ પણ આવકાર્યું છે. સાથોસાથ કોરોના વાઈરસ સામે લડવા માટે આગામી સમયમાં સૌથી મહત્વનું તેમજ પાયાનું પગલું ડિજિટલ પ્લેટફોર્મ બની રહેશે તે નક્કી હોવાને પગલે હિંમતનગર તેમજ પુંસરીની ડિજિટલ પહેલને આવકારી છે.
કોરોનાનો કહેર અટકાવવા માટે સામાજિક જાગૃતિ સૌથી વધુ કારગત સાબિત થઈ શકે તેમ છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠાથી ઉભી થયેલી ડિજિટલ બેસણાની ક્રાંતિ આગામી સમયમાં કેટલા અને કેવા પરિણામો સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે.