સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ચાપલપુર ગામ 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં ખાલી કરાવ્યું હતું. સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના આસપાસના ગામોને પણ જળાશયને કારણે ખાલી કરાવવામાં આવ્યાં હતા. જેમાં ખેડબ્રહ્મા તાલુકાનું ચાપલપુર ગામમાં જૈન દેરાસર સહિત અને મંદિર વાવ તેેમજ પોલીસ સ્ટેશન સહિતની સુવિધાઓના કારણે જે-તે સમયે કેન્દ્ર સ્થાને હતું. 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં સાબરકાંઠા સહિત બનાસકાંઠાના 43 ગામોને પણ ખાલી કરાવ્યાં હતા. તે 43 ગામો પૈકી ચાપલપુર ગામની એક માત્ર ઈમારત જો આજે ઊભી હોય તો આ મંદિર છે.
આશરે અઢીસો વર્ષ બાદ જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું છે. ત્યારે સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ મંદિર ઋષભદેવ આદિનાથનું છે. તેમજ શ્વેતામ્બરનું આસ્થા કેન્દ્ર હતું. આજે આ ગામના નામશેષ થઇ ચૂક્યું છે પણ આ પૌરાણિક વારસો ગામ માટે એકમાત્ર મહત્વની સાંસકૃતિક વારસો છે. એટલે ભવિષ્યમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બને તો નવાઇ નહીં.