સાબરકાંઠા જીલ્લામાં આંગણવાડી અને મધ્યાહનભોજનમાં આપવામાં આવતા ભોજન માટે નવેમ્બર માસમાં 6150 કીલો તુવેરનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. આ જથ્થાને તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવ્યો હતો.આ મુદામાલના જથ્થાનો ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા .જે સંપૂર્ણપણે પોષણયુક્ત ન હોવાનું ધ્યાને આવતા તમામ તુવેરનો જથ્થાનો નાશ કરાયો હતો. નવેમ્બર 2018માં લવાયેલા આ જથ્થાની કીંમત 5 લાખથી વધુની છે.
તુવેરનો જથ્થો નાશ કરાયો છે. તેમજ જે તે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તુવેરના જથ્થાને પગલે કેટલાક સવાલ ઉભા થયા છે કે, મીડડે તરીકે અપાતો ખોરાક કેટલા અંશે યોગ્ય હશે.