ETV Bharat / state

હવે હિંમતનગરમાં કરશે આમ આદમી પાર્ટી હિંમત, આ નેતાનો રોડ શો - ગુજરાત વિધાનસભા ચૂંટણી2022

આજે બુધવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister of Delhi) તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ (Education Minister Manish Sisodia) સાબરકાંઠાના હિંમતનગરમાં અંદાજિત ત્રણ કિલોમીટરનો (Manish Sisodia road show in Himmatnagar) રોડ શો કર્યો હતો. ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટેકેદારો તેમજ સમર્થકો જોડાયા હતા.

હવે હિંમતનગરમાં કરશે આમ આદમી પાર્ટી હિંમત, આ નેતાનો રોડ શો

author img

By

Published : Sep 21, 2022, 10:04 PM IST

હિંમતનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. જેને લઈ તમામ રાજકીય પાર્ટી બાદ હવે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ભવ્ય જીત બાદ હવે ગુજરાતમાં સરકાર બનાવવા માટે તમામ મોરચે પ્રયાસ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે, ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister of Delhi) તેમજ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ (Education Minister Manish Sisodia) સાબરકાંઠાના હિંમતનગર ખાતે રોડ શો (Manish Sisodia road show in Himmatnagar) યોજ્યો હતો.

જન સમર્થન મેળવવા પ્રયાસ: આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવા અપીલ કરી હતી. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા સહિત ઈશુદાન ગઢવી દ્વારા રોડ શો કરાયો હતો. જેમાં ટાવરચોકથી હિંમતનગર બસ સ્ટેન્ડ સુધી રોડ શો કરી સ્થાનિક જનતાનું જન સમર્થન મેળવવા પ્રયાસ કર્યો હતો.ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટેકેદારો તેમજ સમર્થકો જોડાયા હતા.

ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી: હિંમતનગર ખાતે દિલ્હીના મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી તેમ જ માત્ર જુમલાઓની વાતચીત થઈ છે, ત્યારે આ વખતે સ્થાનિક જનતા દ્વારા આમ આદમી પાર્ટીને સહયોગ આપવા રજૂઆત કરી હતી. સાથોસાથ દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા 5 દશક રાજ કરાયા બાદ, છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ હોવા છતાં ગુજરાતમાં પાયાની સુવિધાઓ આજે પણ વંચિત છે, ત્યારે સ્થાનિક જનતા દ્વારા આ વખતે સમગ્ર ગુજરાતમાં સત્તા પરિવર્તનની જરૂરિયાત ઊભી થઈ છે. તેમ જ સ્થાનિકો પણ આ પરિવર્તન ઈચ્છે છે અને આ પરિવર્તન આગામી સમયમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.