ETV Bharat / state

Crops fail due to fake seeds : નકલી બિયારણના લીધે સાબરકાંઠામાં નિષ્ફળ ગયો આ પાક, રોષિત ખેડૂતો કરી રહ્યાં છે આ માગ

સાબરકાંઠામાં ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) દ્વારા નકલી બિયારણ મામલે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. નકલી બિયારણોની છેતરપિંડીથી(Crops fail due to fake seeds ) ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના બનાવો વધતાં આ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ પાક (Sunflower Crop ) નિષ્ફળ જતાં ખેડૂતોમાં રોષ કેમ છે તે જાણો.

Crops fail due to fake seeds : નકલી બિયારણના લીધો સાબરકાંઠામાં નિષ્ફળ ગયો આ પાક, રોષિત ખેડૂતો કરી રહ્યાં છે આ માગ

author img

By

Published : Jun 16, 2022, 2:44 PM IST

Updated : Jun 16, 2022, 3:09 PM IST

સાબરકાંઠા -નકલી બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી અસંખ્ય પીડા ભોગવી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. સૂરજમુખીના વાવેતર કરી વિશેષ પ્રયત્નો દ્વારા કંઈક મેળવવાની લાયમાં સમગ્ર સિઝન ફેલ થઈ છે. તેમજ ખેડૂતોને કરોડોનું નુકસાન (Crops fail due to fake seeds )સર્જાતા હવે ઊભા પાક પર (Sunflower Crop ) ટ્રેકટર ફેરવવા મજબૂર બન્યા છે. સાબરકાંઠાના ઇડર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા (Bhartiya Kisan Sangh) નકલી બિયારણ, પાણી, વીજળી તેમજ પાક વિમાના મુદ્દાઓને પગલે રાજ્ય સરકારને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલા લેવા ચીમકી (Farmers angry over crop failure in Sabarkantha district ) આપવામાં આવી છે.

ડર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ

ખેડૂતો શું ઇચ્છે છે - ઇડર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા કિસાનોએ સૂત્રોચ્ચાર સાથે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે વિવિધ માંગણીઓ સંતોષવા રજૂઆત કરી છે. સાબરકાંઠાના મોટા ભાગના ગામડાઓમાં નર્મદા આધારિત પાણી આપવાની સાથોસાથ ગત વર્ષમાં પાક વિમાના મુદ્દે સરકારની નીરસતા દૂર કરવાની વાત કરવામાં આવી છે. વીજ મીટરને પગલે વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. નકલી બિયારણ વેચતાં લોકો સામે પગલાં, ઇડરમાંથી પસાર થતા નેશનલ હાઈવે મામલે પણ ખેડૂતો આજે વિરોધ કરતા જોવા મળ્યાં. નેશનલ હાઈવે મામલે વહીવટી તંત્રને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે અટકાવવા પણ માંગ કરી છે.

આ પણ વાંચો-Adulterated seeds Problem : આ સમસ્યાથી ખેડૂતોની શી હાલત બને છે તેની જાણ છે?

સૂરજમુખીનો પાક નિષ્ફળ ગયો- સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપરના સૂરજમુખીના પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે તો કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવી રહ્યા છે. જોકે સૂરજમુખીની ખેતી (Sunflower Crop )માટે 90 દિવસનો સમય ગાળો હોય છે તેમજ એકર દીઠ ખેડૂતોને 50 મણથી લઇ 55 મણ સુધીની ઉપજ મળતી હોય છે. આ વખતે ઇડર તાલુકાના પૃથ્વીપુરા સહિતના ચારથી પાંચ ગામડાઓમાં સાડાચારસો એકથી વધારે જમીન ઉપર સૂરજમુખીનો પાક વાવવામાં આવ્યો હતો તેમજ રાજકોટની એગ્રી બી નામની કંપની દ્વારા 360 જેટલી બેગનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ નકલી ભેળસેળયુક્ત બીજના કારણે 45 દિવસ બાદ ફ્લાવરિંગના સમયે એસી ટકાથી વધારે પાકમાં 10 ફૂલ ખીલે 25 ફુલ આવતા મોટા ભાગનો સૂરજમુખીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી મોટાભાગના ખેતરોમાંથી છોડ ઉપાડી લેવામાં આવી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો પાકમાં ટ્રેક્ટર ફેરવી સંતોષ માની રહ્યા છે.

રકારને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલા લેવા ચીમકી

આ પણ વાંચો- પુષ્પા ઝૂકેગા ભી ઔર રૂકેગા ભી: પોલીસે પુષ્પા ગેંગનો કર્યો પર્દાફાશ

ખેડૂતોનો રોષ હાલ સાતમા આસમાને -ખેડૂતો આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની સાથે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો આંદોલનના માર્ગે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.ખેડૂતોની કાળી મજૂરી આવી રીતે નિષ્ફળ થતાં હાલના તબક્કે બિયારણ આપનાર કંપની સામે વહાવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે.

ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બનતા હોય છે - ભેળસેળયુક્ત બિયારણના કારણે થતાં નુકસાનથી ત્રસ્ત 4000થી વધારે ખેડૂતો દેશભરમાં પ્રતિવર્ષ આત્મહત્યા કરે છે. ગુજરાત જેવા ખેતીથી સમૃદ્ધ રાજ્યમાં પણ 400થી વધારે ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બનતા હોય છે. જોકે નકલી બિયારણો મામલે ખેડૂતો દ્વારા સ્થાનિક મંડળી દ્વારા જે તે જવાબદાર કંપની સહિત જિલ્લા ખેતીવાડી અને જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો કરાઈ છે. જોકે હજી સુધી નકલી તેમજ શંકાસ્પદ બિયારણ મામલે વર્તમાન સમયે પાકની સ્થિતિથી લઇ આજ દિન સુધીની તમામ માહિતી વિડિયો તેમજ ફોટા દ્વારા મોકલી આપેલી છે. કંપનીઓ નકલી બિયારણ આપ્યા બાદ પણ ખેડૂત જગત માટે સંવેદનાહિન બની હોય તેમ એક પણ વ્યક્તિ રૂબરૂ મુલાકાત લીધી નથી જેનું પણ ખેડૂતોને ભારોભાર દુઃખ લાગી રહ્યું છે.

Last Updated : Jun 16, 2022, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.