- હડિયોલ ગામની સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર શરૂ
- જનજાગૃતિના પગલે લેવામાં આવ્યો નિર્ણય
- નવીન શરૂઆતથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ
હિંમતનગર: કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. જેને પહોંચી વળવા માટે હડિયોલ ગામની શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગામના જ યુવાનો અને મેડિકલ સ્ટાફ લોકોને સેવા આપશે.
દર્દીઓને તમામ સુવિધાઓ અપાશે
20 બેડની સુવિધા ધરાવતા આ કોવિડ કેર સેન્ટરમાં ગામના તબીબ અને PHCના તબીબો દ્વારા દર્દીઓને મેડિકલ સેવા આપવામાં આવશે. આ સાથે જ ગામના નર્સિંગના વિદ્યાર્થીઓ પણ સેવાઓ આપશે. સેન્ટરમાં દર્દીઓને સવાર-સાંજનુ જમવાનું, આયુર્વેદિક ઉકાળા, જ્યુસ સહિતની પણ સેવાઓ આપવામાં આવશે.