- સાબરકાંઠામાં કોરોનાનો કહેર યથાવત
- એક સાથે 9 કેસ નોંધાતા જિલ્લાના વહીવટીતંત્રમાં ખળભળાટ
- કોરોના પોઝિટિવની સંખ્યા 175ને પાર
સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શનિવારે એક સાથે 9 કેસ નોંધાતા જિલ્લાના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેના પગલે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 175ને પાર પહોંચી છે.
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે કોરોના સંક્ર્મણના નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજ તાલુકામાં 4 કેસ જેમાં પ્રાંતિજ શહેરના નાની ભાગોળનના 52 વર્ષિય પુરૂષ અને 55 વર્ષિય મહિલા, તખતગઢ ગામમાં 60 વર્ષિય મહિલા તેમજ સોનાસણ ગામમાં 60 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હિંમતનગર શહેરમાં 4 કેસ આવતા જેમાં મયૂર વિલા રેસીડેન્સીમાં 63 વર્ષિય પુરૂષ, ગ્રીન વુડ સોસાયટીના 72 વર્ષિય મહિલા, હરીઓમ સોસાયટીના 29 વર્ષિય યુવક તેમજ યશ્વી બંગ્લોમાં 48 વર્ષિય પુરૂષ અને ઇડરના શ્રીનગર વિસ્તારના 24 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે 2 દર્દી કોરોના મુક્ત થતા ઘરે જવા રજા અપાઇ હતી. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 176 કેસ નોંધાયા છે. જેમાંથી 123 દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે 6 કોરોના દર્દીના દુ:ખદ આવસાન થયા હતા. હાલમાં 47 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
જોકે, આગામી સમયમાં આ મામલે વહીવટીતંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત છે, ત્યારે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા કડક નિર્ણય લેવાય છે. તે જોવાનુ રહ્યું..