ETV Bharat / state

સાબરકાંઠામાં 24થી વધારે જગ્યા ઉપર કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયો

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે હાહાકાર સર્જાયો છે. સમગ્ર દેશમાં ડ્રાય રન યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 24 જગ્યા ઉપર 600થી વધારે લોકોને ભાગીદાર બનાવી ડ્રાય રન યોજાયો હતો. તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ નક્કી કરેલી સુવિધાઓ પહોંચાડવામાં ડ્રાય રનમાં સરળતા રહી હતી.

સાબરકાંઠામાં 24થી વધારે જગ્યા ઉપર કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયો
સાબરકાંઠામાં 24થી વધારે જગ્યા ઉપર કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયો
author img

By

Published : Jan 8, 2021, 7:51 PM IST

  • સાબરકાંઠામાં કોરોના મામલે ડ્રાય રન યોજાયો
  • આઠ તાલુકાઓના 24 જગ્યાઓ પર 600થી વધારે લોકો ભાગીદાર
  • તમામ પ્રકારની સુવિધાઓ સાથે તંત્ર સજ્જ

સાબરકાંઠા : જિલ્લામાં તમામ આઠ તાલુકા ઉપર કોરોના વેક્સિન આપવા માટેનો ડ્રાય રન યોજાયો હતો. જે અંતર્ગત 600થી વધારે લોકોને ગતરાત્રે મોબાઈલ મેસેજ કરી તેમના ડોક્યુમેન્ટ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ હાઇસ્કુલ ખાતે હાજર રહેવા જણાવાયું હતું. તેમજ વેક્સિન સેન્ટર ઉપર આવેલા લોકોને કોરોના વેક્સિન આપી શકાય તે માટે ડ્રાય રન કરાયું હતું. જેમાં મોબાઇલ મેસેજથી આવેલા વ્યક્તિને પોતાનો ઓળખપત્ર બતાવી પ્રતીક્ષાલયમાં સમયગાળા બાદ સોફ્ટવેર થકી ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે.

સાબરકાંઠામાં 24થી વધારે જગ્યા ઉપર કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયો

મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા સુધીનુ આયોજન

કોરોના વેક્સિન અપાયા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી રાખવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિને સામાન્ય પણ તકલીફ જણાય તો મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા સુધીનુ આયોજન કરાયું છે. જેના પગલે તમામ સુવિધાઓ સાથે ડ્રાય રન પૂરો થયો હતો. જોકે ડ્રાય રનમાં ભાગીદાર બનેલા લોકોએ પણ ગુજરાત સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ સાથે મેડીકલ ઓફિસરોએ આજના તબક્કે કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે સુધારી લેવા માટેની કટિબદ્ધતા રજૂ કરી હતી.

સાબરકાંઠામાં યોજાયો કોરોના વેક્સિન ડ્રાય રન

સમગ્ર દેશમાં આજે કોરોના વેક્સિન મામલે ડ્રાય રન યોજાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠામાં પણ તમામ તાલુકા મથકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઈ શાળા સુધીના ત્રણ-ત્રણ સેન્ટર થકી 600થી વધારે લોકોને ભાગીદાર બનાવી ડ્રાઇ રનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સમગ્ર વહીવટીતંત્ર કામે લાગ્યુ હતું.

કોઈ સૂચન હશે તો કરાશે અમલ

કોરોના વેક્સિન મામલે આજે યોજાયેલા ડ્રાય રન અંતર્ગત કોઈપણ પ્રકારના સૂચન હશે તો કોરોના વેક્સિન મામલે અત્યારથી જ સુધારવામાં આવશે આ સાથે છેવાડાના વ્યક્તિ સુધી કોરોના વેક્સિન પહોંચાડવા માટેનો પૂર્ણ પ્રયાસ કરાશે.જોકે હાલના તબક્કે યોજાયેલા ડ્રાય રન અંતર્ગત મળેલી સરળતા આગામી સમયમાં કેટલી સફળતાપૂર્વક છેવાડાના વ્યક્તિ સુધી જળવાઈ રહે છે તે મહત્વની બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.