સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઈરસનો વ્યાપ વધતા ગ્રામીણ લોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લાના 12 હજાર જેટલા યુવાનો અને યુવતીઓ રાજયના મુખ્યપ્રધાન દ્વારા 'હું પણ કોરોના વોરિયર' અભિયાનને વેગવતું બનાવી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જનજાગૃતિનું કામ કરી રહ્યાં છે. રાજયના મુખ્ય પ્રધાન દ્રારા રાજયના તમામ ધાર્મિક-સામાજિક અગ્રણી સાથે સંવાદ સાધીને કોરોના સામેના જંગમાં સહભાગી થવા અપીલ કરી હતી. જેને સાબરકાંઠા જિલ્લાના યુવાનો ગામડાઓ ખુંદીને લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યુ છે.
આ યુવાનોએ જિલ્લા કલેકટર સી.જે. પટેલ અને જિલ્લા પોલીસ વડાને મળી વાઈરસના સંક્રમણને લઇ યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. યુવાનો દ્વારા આરોગ્ય સેતુ એપનો વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે સાથે 1921 પર કોરોના અંગે માર્ગદર્શન મેળવે તે બાબતે યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા. આ યુવાનો દ્વારા મુખ્યપ્રધાનના 'હું પણ કોરોના વોરિયર' કેમ્પેઇન SMS સૂત્ર (S-Social Distance, M-Mask, S- Senitize) આવા નાના નાના ઇનોવેશન દ્વારા જીવનશૈલીમાં સુધારો કરવો, હોમ કોરોન્ટાઈન લોકોનું સતત ફોલોઅપ લેવું, આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો ઉપયોગ વગેરે બાબતોની લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે.
આ સાથે 10 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોની કાળજી રાખવા જેવી બાબતો અંગે ભાળ મેળવી સંયોજકો દ્વારા પણ તંત્રને જાણ કરવા અપીલ કરી હતી. જો કે, સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક કક્ષા ઉપર આગામી સમય માટે વધુ ધ્યાન આપવામાં આવે તો કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવું સરળ બની શકે તેમ છે