છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોંગ્રેસને મળી રહેલી પછડાટના પગલે ગુજરાત કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવું જોમ અને જુસ્સા સાથે ઉત્સાહનો માહોલ બનાવવા સંવાદ નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસને જીત અપાવવા કામે લાગી જવાની હાકલ કરાઇ હતી. તેમજ અંદરોઅંદરની લડાઈ અને મનદુઃખ દૂર કરવા માટે પણ ખાસ આહવાન કરવામાં આવ્યુ હતું.
સામાન્ય સંજોગોમાં કોંગ્રેસની હારમાં વિરોધાભાસ સહિત સ્થાનીય વિખવાદ કામ કરતો હોવાની વાત પણ ખુલી હતી. તેમજ નારાજ કાર્યકરોના કારણે કોંગ્રેસને જીત પર નકારાત્મક અસર થતી હોવાની પણ વાત કરી હતી. ત્યારબાદ તમામ મતભેદો ભૂલી કોંગ્રેસના વિચાર સાથે એક થવાની હાકલ કરી કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.