ETV Bharat / state

સાબરકાંઠાનું સિરામિક ઉદ્યોગ મરણ પથારીએ, હજારો લોકો બોરજગાર છતાં તંત્ર મૌન - gujarat goverment

સાબરકાંઠાઃ સમગ્ર ભારતમાં મંદીનો માહોલ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપનાર સિરામિક ઉદ્યોગ બંધ થવાની અણી પર છે. છેલ્લા ત્રણ માસમાં ચાર મોટા સિરામિક ઈન્ડસ્ટ્રીઝને તાળા લાગી ચૂક્યા છે અને આગામી સમયમાં હજુ વધુ ચાર યુનિટ બંધ થવાની કગાર પર છે. તેમ છતાં સરકાર દ્વારા આ મુદ્દે આજ દિવસ સુધી કોઈપણ પ્રકારની ગંભીરતા લેવમાં આવી નથી.

sabarkantha
author img

By

Published : Sep 20, 2019, 12:13 PM IST

જો સરકાર દ્વારા ગંભીરતાથી આ અંગે વિચાર કરવામાં આવે તો, સાબરકાંઠા જિલ્લામાં 8 હજારથી વધારે લોકોની રોજગારી બચી શકે તેમ છે. જો કે, આ મુદ્દે હજારો રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. કંપનીના નિભાવ માટે વપરાતા LPG ગેસને GSTમાં સમાવવાની માંગ કરી છે, જો આ માંગ સ્વીકારવામાં આવે તો, મંદીના મારમાં રોજબરોજ ઈન્ડસ્ટ્રીઝને લગાવવામાં આવતા તાળા ખોલી શકાશે. તેમજ રોજગારની નવી દિશાઓ ઉભી થઈ શકે તેમ છે. જો કે, હજી સુધી આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવાયા નથી.

સાબરકાંઠા જિલ્લાનું સિરામિક ઉદ્યોગ મરણ પથારીએ

એક તરફ રોજબરોજ સિરામિક ઈન્ડસ્ટ્રીઝને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. જેના પગલે નવા પ્લાન્ટ સહિત વર્ષો જૂની પેઢીઓ પણ હવે બંધ થઈ રહી છે. છેલ્લા 4 મહીનામાં ચાર મોટી ઈન્ડસ્ટ્રીઝ અને 4 હજારથી વધારે લોકો પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે. તેમજ આગામી સમયમાં આ સ્થિતી યથાવત રહેશે તો, હજુ કેટલા લોકો પોતાની રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે તંત્ર આ મુદ્દે સમગ્ર વાતને ભૂલી જવા માંગતી હોય તે પ્રકારનો પ્રતિભાવ આપી રહી છે. જેથી આગામી સમયમાં સ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવનાઓ છે.

સાબરકાંઠા જિલ્લામાં વધુ પ્રમાણમાં રોજગાર આપનાર સિરામિક ઉદ્યોગ માટે સરકાર દ્વારા માર્ગ ખોલવામાં આવે તો, 8 હજારથી વધારે લોકો માટે આગામી સમયમાં હજુ પણ વધુ રોજગાર ઉભો થઈ શકે તેમ છે. ત્યારે હવે રાજ્ય સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી વિચાર કરે છે અને તંત્ર ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે કેવી સહાનુભુતિ દાખવે છે તે તો સમય જ બતાવશે.

Intro:સમગ્ર ભારતમાં મંદીનો માહોલ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપનાર સિરામિક ઉદ્યોગ મંદિરના મહેલમાં બંધ થવાની અણી પર છે સરકાર આગામી સમયમાં આવે તો સૌથી વધુ રોજગારી આપનાર તંત્ર ને બચાવી શકે તેમ છેBody:
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ચાર મોટા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ને તાળા લાગી ચૂક્યા છે તેમ જ આગામી સમયમાં હજુ વધુ ચાર યુનિટ બંધ થવાની કગાર પર છે સરકાર દ્વારા આ મુદ્દે હાર્દિક સુધી કોઈપણ પ્રકારની ગંભીરતા લેવી નથી ત્યારે photos ગંભીરતાથી અંગે વિચારવામાં આવે તો જિલ્લામાં ૮ હજારથી વધારે લોકોની રોજગારી પચાવી શકાય છે જો કે આજદિન સુધી આ મુદ્દે હજારો રજૂઆત થવા છતાં કોઇ પણ પ્રકારનો પ્રયાસ થયો નથી.ત્યારે સૌથી મોટી માં જીએસટી તેમજ કંપનીના નિભાવ માટે વપરાતા એલપીજી ગેસ વેસ્ટ માંથી જીએસટીમાં સમાવવાની માંગ કરી છે ત્યારે જો આ બે માંગ સ્વીકારવામાં આવે તો મંદીના મારમાં રોજબરોજ બનતા ઇન્ડસ્ટ્રીઝના તાળા ખોલી શકે તેમ છે તેમજ રોજગારની નવી દિશાઓથી થઈ શકે તેમ છે જોકે હજી સુધી આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવા નથી ત્યારે સમગ્ર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મહત્વની મુખ્ય આ બે માંગ ક્યારે સ્વીકારાય છે એ પણ મહત્ત્વનું બની રહે છે.એક તરફ રોજબરોજ મંદીનો માર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ થઈ રહ્યું છે જેના પગલે નવા પ્લાન્ટ સહિત વર્ષોજૂની પેઢીઓ પણ હવે બંધ થવાના આરે છે છેલ્લા ચાર માસમાં ચાર મોટા ઇન્ડસ્ટ્રીઝ અને ચાર હજારથી વધારે લોકો પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે તેમજ આગામી સમયમાં આ સ્થિતી યથાવત રહેશે તો હજુ કેટલા લોકો પોતાની રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ છે ત્યારે તંત્ર આ મુદ્દે સમગ્ર વાતને ભૂલી જવા માંગતી હોય તે પ્રકારનો પ્રતિભાવ આપી રહી છે જેના પગલે આગામી સ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવનાઓ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની રોજગાર આપનારુ મહત્વનું પાસું બની રહેલ સિરામિક ઉદ્યોગ અને જાગૃતિ રાખવા માટે સરકાર દ્વારા બે મુખ્ય માર્ગ માનવામાં આવે તો 8 હજારથી વધારે લોકો માટે આગામી સમયમાં હજુ પણ વધુ રોજગાર ઉભો કરનારા તંત્ર પોતાના દરવાજા ખુલ્લા રાખી શકે તેમ છે
બાઈટ
બાઈટ
WalkthroughConclusion:ત્યારે હવે રાજ્ય સરકાર આ મુદ્દે કેટલો ગંભીરતાથી સાબરકાંઠા જિલ્લાના રોજગાર આપનારા તંત્ર અને ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે સહાનુભુતિ દાખવે છે તે સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.