ETV Bharat / state

નવરાત્રી પહેલા ખેલૈયાઓની રમઝટ, અવનવા સ્ટેપ્સ સાથે રમશે રંગતાળી - હિંમતનગરના સમાચાર

હિંમતનગર: માં અંબાની આરાધના અને ભક્તિ કરવાનો સમય નવરાત્રી હોય છે. તો આ વખતે નવરાત્રીમાં યુવા હૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે, તેમજ અવનવા સ્ટેપ્સ થકી જગત જનની જગદંબાની આરાધના કરશે.

file photo
author img

By

Published : Sep 26, 2019, 5:49 PM IST

નવરાત્રી હિંદુ ધર્મનો મોટામાં મોટો તહેવાર હોય છે. આ સમય માં અંબાની આરાધના અને ભક્તિ કરવાના ઉતમ દિવસો હોય છે. માં અંબાની આશિર્વાદ પામવા ભક્તો તેમની આરાધાના કરતા હોય છે. નવલી નવરાત્રી આવવાની તૈયારી પહેલા ત્રણ મહિનાથી ખેલૈયાઓ અલગ અલગ કલાસીસમાં ગરબા સ્ટેપ્સ શીખવા જતા રહે છે. નવરાત્રીમાં રોજ નવી નવી જગ્યા એ ગરબા રમી માં જગત જન્નની અંબાની આરાધના રૂપી ખેલૈયા ગરબા રમતા હોય છે. ઘણા ખેલૈયા હિંમતનગરના રમઝટ ગરબા ક્લાસિકમાં ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે, તો આ અંગે ખેલૈયાઓનું કહેવું છે કે, ગુજરાતી નૃત્ય એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતીઓ માટે તો નવરાત્રી જ છે. રંગીલા ગુજરાતીઓ તો કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય ભલે ને તે લગ્ન હોય કે પછી કોઈ ઘરમા સારો પ્રસંગ, દરેક ગુજરાતી ગરબા ગાવાનો શોખીન હોય છે. તેમા પણ નવા નવા સ્ટેપ્સ શીખીએ તો વાત જ કઇંક અલગ હોય છે. ખેલૈયાઓએ વધુમાં કહ્યું કે, સાદા ગરબા તો સૌ કોઈ રમે છે, અમે અહી બધા ખેલૈયાથી અલગ તરી આવીએ એટલે અહી ગરબા શીખી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ ગરબા રમી માં અંબાની આરાધના કરીશું. તો આ સાથે સરકારે પણ આ વખતે ગરબા રમવા નવરાત્રીમાં સ્કુલોમાં રજાઓ જાહેર કરી છે. જેથી આ નવરાત્રીમાં સ્કુલમાં જવાનું ટેન્શન નથી એટલે રાત્રે ગરબા રમીશું અને દિવસે આરામ મળશે એટલે પાછા બીજા નોરતામાં ગરબા રમવાની તૈયારીમાં લાગી જઈશું.

નવરાત્રી પહેલા ખેલૈયાઓની રમઝટ, અવનવા સ્ટેપ્સ સાથે રમશે રંગતાળી

હિંમતનગરની ફેમસ રમઝટ ગરબા કલાસીસમાં 350થી વધુ ખેલૈયા ગરબા રમવા આવે છે. 2 વર્ષથી ચાલુ કરેલી આ કલાસીસમાં ગયા વર્ષે “ગુજ્જુડો” નામનો નવો સ્ટેપ્સ શીખવાડ્યો હતો. જે ગુજરાત ભરમાં ફેમસ થયો હતો અને આ વખતે અમે ફૂન્દડિયું નામનો નવો સ્ટેપ્સ લઇ આવ્યા છીએ. જેમાં 8 સ્ટેપ્સ હોય છે. જે આ વખતે એકદમ નવો સ્ટેપ્સ છે. આ સ્ટેપ્સ યુ ટ્યુબ ઉપર મુકીશું જેથી ગુજરાત ભરમાં લોકો શીખી શકે. તેના સિવાય અહી ડાકલા, પોપટીયું, હીંચ, ઢોલીડો, રાસ, હુડો તેમાં ઘણા સ્ટેપ્સ શીખવાડીએ છીએ જેથી ખેલૈયા મન ભરીને અલગ અલગ સ્ટાઈલ અને સ્ટેપથી ગરબા રમી શકે.

Intro:માં અંબા ની આરાધના અને ભક્તિ કરવાનો સમય એટલે નવરાત્રી.નવરાત્રીમાં યુવા હૈયા અવનવા સ્ટેપ શીખી રહ્યા છે તેમજ અવનવા સ્ટેપ્સ થકી, નવીન ફૂન્દડીયુ સાથે જગત જનની જગદંબા ની આરાધના કરશેBody:

નવરાત્રી એટલે હિંદુ ધર્મનો મોટામાં મોટો તહેવાર ...એમાય માં અંબા ની આરાધના અને ભક્તિ કરવા નાં દિવસો ...નવલી નવરાત્રી આવવાની તૈયારી પહેલા ત્રણ મહિનાથી ખેલૈયા ઓ અલગ લગ કલાસીસ માં ગરબા સ્ટેપ્સ શીખવા જતા રહે છે ...બધાથી અલગ ગરબા ગાવા ખેલૈયા અવનવા સ્ટેપ્સ શીખવા જતા હોય છે .. નવરાત્રી માં રોજ નવી નવી જગ્યા એ ગરબા રમી માં જગત જન્નની અંબાની આરાધના રૂપી ખેલૈયા ગરબા રમતા હોય છે ઘણા ખેલૈયા હિમતનગર નાં રમઝટ ગરબા ક્લાસિક માં ત્યારે ગરબા નાં અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે તેઓનું કહેવું છે કે ગુજરાતી નૃત્ય એટલે ગરબા ...અને ગરબા એ ગુજરાતી ઓ નવરાત્રી ,લગ્ન અને કોઈ સાર પ્રસંગમાં પણ ગરબા ગાવાના શોખીન હોય છે ...એમાય નવા નવા સ્ટેપ્સ શીખીએ તો વાત જ કૈંક અલગ હોય સાદા ગરબા તો સૌ કોઈ રમે અપન અમે અહી બધા ખેલૈયા થી અલગ તરી આવીએ એટલે અહી ગરબા શીખી રહ્યા છે અને નવરાત્રી નાં નવ દિવસ ગરબા રમી માની આરાધના કરીશું ...સાથે સરકારે પણ આ વખતે ગરબા રમવા નવરાત્રી માં સ્કુલ માં રજા જાહેર કરી છે ...જેથી આ નવરાત્રી માં સ્કુલ માં જવાનું ટેન્શન નથી એટલે રાત્રે ગરબા રમીશું અને દિવસે આરામ મળશે એટલે પાછા બીજા નોરતા માં ગરબા રમવા ની તૈયારી માં લાગી જઈશું ..

હિમતનગર ની ફેમસ રમઝટ ગરબા કલાસીસ માં ૩૫૦ થી વધુ ખેલૈયા ગરબા રમવા આવે છે ૨ વર્ષ થી ચાલુ કરેલ કલાસીસ ગયા વર્ષે “ગુજ્જુડો” નામનો નવો સ્ટેપ્સ શીખવાડ્યો હતો જે ગુજરાત ભરમાં ફેમસ થયો હતો અને આ વખતે અમે ફૂન્દડિયું નામનો નવો સ્ટેપ્સ લાવ્યા છીએ જે માં ૮ સ્ટેપ્સ હોય છે જે આ વખતે એકદમ નવો સ્ટેપ્સ છે.. આ સ્ટેપ્સ યુ ટ્યુબ ઉપર મુકીશું જેથી ગુજરાત ભરમાં લોકો શીખી શકશે ..આના સિવાય અહી ડાકલા,પોપટીયું,હીંચ ,ઢોલીડૉ,રાસ,હુડો એમાં ઘણા સ્ટેપ્સ શીખવાડીએ છીએ જેથી ખેલૈયા મન ભરી ને અલગ અલગ સ્ટાઈલ અને સ્ટેપથી ગરબા રમી શકે ...

બાઈટ –કલ્પેશ થાપા – ગરબા ગુરુ
બાઈટ -1– પ્રાચી - ખેલૈયા
બાઈટ -2- સંગીતા - ખેલૈયા
Conclusion:નવરાત્રી નાં હવે ગણતરી નાં દિવસો બાકી છે ત્યારે યુવા હૈયા મા જગદંબાની આરાધનાં રૂપી ગરબા રમવા થનગની રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.