સાબરડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી કૌભાંડ મુદ્દે અનેક અહેવાલો સામે આવ્યા હતા. જેમાં સાબર ડેરીના MDની કથિત ઓડિયો ક્લિપ બહાર આવતા સહકારી રાજકારણમાં ગરમાયું હતું. ત્યારબાદ રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા 30દિવસની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાબરડેરી મુદ્દે પ્રાંતિજના એક યુવક દ્વારા ભરતી કૌભાંડ મામલે પિટિશન કર્યા બાદ આજે હાઇકોર્ટે સરકારી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાનો સ્ટે આપ્યો હતો.
આ મુદ્દે તપાસ કરી યોગ્ય કારણો રજૂ કરવા પણ આદેશ કર્યો છે. જો કે, આગામી 7 તારીખે સાબર ડેરી દ્વારા પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ વિરોધાભાસ વચ્ચે મામલો વધુ ગૂંચવણ ભર્યો થઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દે આગામી સમયમાં હાઈકોર્ટ અને રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા થયેલ તપાસના અંતે કેવો નિર્ણય આવશે તે જાણવું રસપ્રદ રહેશે.