સાબરકાંઠાઃ રાજ્ય સરકાર અવારનવાર ખેડૂતોના વિકાસ માટેની વાતો કરે છે, પરંતુ આ જ સરકારે વર્ષ 1987માં ગાંધીનગરમાં વિરોધ કરવા આવેલા ખેડૂતોને ગોળીએ વિંધી નાખ્યા હતા. આ ખેડૂતો ગાંધીનગર ખાતે વીજ મીટર મામલે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. સાથે જ તેમણે વિધાનસભા ઘેરાવ કરતાં તેમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન 19 ખેડૂતોના મોત થયા હતા. આમાંથી 3 ખેડૂત સાબરકાંઠાના હતા. ત્યારે આજે ભારતીય કિસાન સંઘ અને કાર્યકર્તાઓએ આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot Lawyers strike : શહેરમાં વકીલોની હડતાળથી કોર્ટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા
ખેડૂતોએ ગાંધીનગરમાં કર્યો હતો વિરોધઃ 19 માર્ચ 1987ના દિવસે ખેડૂતોએ વિધાનસભા ઘેરાવ કર્યો હતો. ખેડૂતોએ ખેતીમાં વિજમાગ દાખલ કરવાની પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમ છતાં સરકારે કોઈ પગલાં લીધા નહતા. એટલે ખેડૂતો ગાંધીનગર પહોંચી ગયા હતા. તે દરમિયાન ગોળીબારમાં 19 ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા.
ભારતીય કિસાન સંઘનો વિરોધઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના કાંકણોલ તેમ જ ઈડરના જાદર અને ભદ્રેસર ગામે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે તત્કાલીન સમયે રાજ્ય સરકારે ખેતીમાં વિજ મીટર મુદ્દાની માગ સ્વીકારી હતી, પરંતુ જેતે સમયે રજૂઆત કરાયેલી કેટલીય માગણીઓ આજદિન સુધી યથાવત્ રહી છે, જેમાં પોષણક્ષમ ભાવ સહિત વીજબીલના નામે આજે પણ વીજળી વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન કરવાનું યથાવત્ રખાયું છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આનો વિરોધ આજે પણ ભારતીય કિસાન સંઘ કરી રહ્યું છે.
વિધાનસભા સુધી પહોંચી ગયા હતા ખેડૂતોઃ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોનું ઘોડાપુર પહોંચ્યું હતું. તેને રોકવા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતો વિવિધ રસ્તાઓ થકી વિધાનસભા પરિસર પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ બાદ ફાયરિંગ કર્યું હતું. તેના કારણે 17થી વધુ ખેડૂતોના મોત થયા હતા. આમાંથી 3 તો સાબરકાંઠાના હતા. ત્યારે આજે ભારતીય કિસાન સંઘે ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે સમયની માગ આજે પણ યથાવત્ રહેશે તેવું જણાવ્યું હતું .