સાબરકાંઠા : સાબરકાંઠામાં ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh in Sabarkantha) એક જાહેર સભા કરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા કેટલી માંગને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા કેટલાક સમયથી ખેડુતોની આઠ જેટલી માગણીઓ ન (Farmers Protest in Sabarkantha) સંતોષતા જાહેરસભાનું આયોજન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે, આગામી સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે તો હજુ પણ કાર્યક્રમ કરવાની પણ ચિમકી આપી છે.
આ પણ વાંચો : ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ ત્રણ માગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી
શું માંગ કરી - સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા એક જાહેરસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેકટર કચેરીએ (Sabarkantha Rally Farmers) આવેદનપત્ર આપ્યું હતું. બાકી રહેલી માંગણીઓ મામલે રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મંજુર થયેલો પાક વીમો તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવા રજૂઆત કરાઈ હતી. સાથોસાથ વીજ બિલ મામલે મીટર નાબૂદ કરી હોર્સ પાવર મુજબ વીજ બિલ આપવાની માંગ કરવામાં આવી હતી.
જવલ્લાંત્સિલ કાર્યક્રમ આપવાની રજૂઆત - આ ઉપરાંત જિલ્લામાં આવેલા બોરવેલ ઉપર વીજ કનેક્શન બળી જાય તો તેની જવાબદારી તંત્ર દ્વારા લેવામાં આવે તેમ જણાવ્યું હતું. સૂર્યોદય યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જોકે, આ મામલે આગામી સમયમાં ચોક્કસ તેમજ ઠોસ પગલાં નહીં લેવાય તો કિસાન સંઘ દ્વારા હજુ જવલ્લાંત્સિલ કાર્યક્રમ આપવાની રજૂઆત કરી છે, ત્યારે આ મામલે આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union in Sabarkantha) દ્વારા રાજ્ય સરકાર મામલે કેવા અને કેટલા પગલાં ભરાય તે જોવું રહ્યું!