સાબરકાંઠાના ઇડર તાલુકાના એક પરિવારની યુવતી સાથે વડાલીના એક પરિવારના યુવકને પ્રેમ સંબંધ થતા યુવતીના પરિજનો દ્વારા યુવકનું અપહરણ કરાયું હતું. જેના પગલે સાબલવાડ કંપા ખાતે અવાવરું જગ્યાએ યુવકને બાંધી મારઝૂડ કરી જાતિ વિષય શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ભરે ચકચાર મચી છે.
એક તરફ આજે વાયરલ થયેલા વીડિયોમાં યુવક યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું કબુલાત કરી રહ્યો છે તો બીજી તરફ પ્રેમિકાએ આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રેમી યુવક શારીરિક માનસિક હેરાનગતિ સહિત અપહરણ કર્યાની જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સામસામી ફરિયાદોના પગલે પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે. એક તરફ પ્રેમીનું અપહરણ કરી માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે તો બીજી તરફ પ્રેમિકાએ પ્રેમી સામે જ ફરિયાદ કરતા સમગ્ર વિસ્તારમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.
જોકે હાલમાં તો સામ સામે પોલીસ ફરિયાદો તેમ જ વાયરલ વીડિયોના પગલે પોલીસે પણ સમગ્ર બનાવની પૂરતી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓને સજા આપવાની પણ વાત કરતા નજરે પડે છે. ત્યારે, સમગ્ર ઘટનામાં સાચું શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.