ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરના કમાલપુર ગામે ઔષધિય ઉકાળાથી કોરોનાને હરાવ્યો

સાબરકાંઠાના ઇડરના કમાલપુર ગામે ઔષધિ બાગથી ઉકાળા બનાવી કોરોના ઉપર વિજય મેળવ્યો છે. તેમજ અન્ય ગામડાઓને પણ ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી છે. એક તરફ કોરોના મહામારી દિન-પ્રતિદિન વ્યાપક બનતી જઈ રહી છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના કમાલપુર ગામે ઔષધિ દ્વારા કોરોના ઉપર વિજય મેળવ્યો છે તેમજ અન્ય ગામડાંઓને પણ ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી છે.

કોરોના કાળમાં ઔષધિય ઉકાળાની અસર કારગત નિવડી

author img

By

Published : May 11, 2021, 12:06 PM IST

  • કોરોના કાળમાં ઔષધિય ઉકાળાની અસર કારગત નિવડી
  • ઔષધિ બાગથી ઉકાળા બનાવી કોરોના ઉપર વિજય મેળવ્યો
  • ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી

સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર વ્યાપ્યો છે. દિન-પ્રતિદિન હજારો લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે તેમજ કેટલાયે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના કમલપુર ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં વિવિધ ઔષધિઓ ઉછેરવામાં આવી છે. જેનો ઉપયોગ હાલમાં કોરોના મહામારીને ટાળવા માટે કરાઇ રહ્યો છે. ગામમાં તમામ લોકો હાલમાં પ્રાથમિક શાળામાં વિવિધ 50થી વધારે ઔષધોનો ઉપયોગ કરી કોરોના મહામારી ઉપર કાબૂ મેળવી શક્યા છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં કોરોના મહામારીને પગલે કેટલાયે લોકો મોતને ભેટી ચૂક્યા છે.

ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી

આ પણ વાંચો: આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવણયુક્ત 50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાશે

બીજી લહેરમાં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગી શક્યો નથી

હાલમાં પણ કેટલાય લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે ઇડરના કમલપુર ગામે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોના વાઈરસથી થયું નથી. તેમજ ગામમાં આવેલા કેટલાક કોરોના પોઝિટિવ કેસ અન્ય બહારના લોકો સાથે સંક્રમણ થયાના પગલે આવ્યા છે. જો કે સ્થાનિકોનું માનીએ તો કોરોના વાઈરસ ઉપર પ્રાથમિક શાળામાંથી મળતી ઔષધિયો તેમજ તેનો ઉકાળો કારગત સાબિત થયો છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોના સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી રહી છે. કમાલપુર ગામમાં હાલમાં એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી તેમજ કોરોનાની બીજી લહેરમાં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગી શક્યો નથી. જેમાં મુખ્યત્વે પ્રાથમિક શાળામાં બનાવાયેલા ઔષધિય બાગને પગલે કોરોના મહામારી સામે અડીખમ ટકી રહ્યું છે.

એક બાળ એક ઝાડથી ઔષધિબાગનો ઉદય

રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ એક બાળ એક ઝાડના કોન્સેપ્ટ બેઠક વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અંગે માહિતગાર થાય તે માટે એક પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. જો કે કમાલપુર ગામે આ પ્રોજેક્ટથી વધુ આગળ વધી સ્થાનિક શિક્ષકોએ એકજૂટ થઇ ઔષધિય બાગનું નિર્માણ કર્યું છે. જેના પગલે આજે સમગ્ર ગામ ઔષધિય બાગને પગલે કોરોના સામે સરળતાથી ટકી શક્યું છે. ગામમાં એક પણ કેસ ન હોવાની સાથોસાથ સ્થાનિકો પણ હવે ઔષધિય તાકાતને સમજતા થયા છે તેમજ પ્રાથમિક શાળા દ્વારા કરાયેલો પ્રયોગ હવે જાતે પણ કરતા થયા છે.

આ પણ વાંચો: કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ આયુર્વેદિક દવા શોધાયાનો દાવો

કોરોનામાં કારગત ઉપાય

1,500ની વસ્તી હોવા છતાં કમાલપુર ગામે બનાવેલા ઔષધિય બાગને પગલે ગામમાં માત્ર આઠથી દસ કેસ આવ્યા છે. ગામમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જેના પગલે ઔષધિ બાગ કોરોનામાં કારગત રહ્યો છે.

જોકે કોરોના મહામારીને હરાવવા માટે સમગ્ર વિશ્વ આજે ભયભીત બની ચૂક્યું છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના કમલપુર ગામે ઔષધિય બાગનો કરેલો પ્રયાસ અને પ્રયોગ સફળ બની રહ્યું છે ત્યારે અન્ય ગામડાઓ પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળતા થાય તો કોરોનાને સરળતાથી હરાવી શકે તેમ છે ત્યારે એ રહે છે કે કમલપુર ગામે શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા ગામડાઓને ઉજ્વળ ભવિષ્ય તરફ દિશા સૂચક બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.